અમરેલીના ચર્ચિત લેટરકાંડમાં મહત્વનો વળાંક આવ્યો છે. 4 આરોપીઓના નીચલી કોર્ટે જામીનની અરજીને ફગાવી છે. અમરેલીના બનાવટી લેટર કાંડના મહત્વના સમાચાર સામે આવ્યા છે.મહિલા સહિત 4 આરોપીઓના જામીનની અરજી નીચલી કોર્ટે ફગાવી દીધી છે. આ તમામ આરોપીઓ પર સાયબર ક્રાઇમ સંબંધિત વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે. આ નિર્ણય બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા જામી છે. કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ આ ઘટનાને ગંભીર ગણાવીને રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા છે. ત્યારબાદ હવે પાયલ જેલ મુક્ત થઈ છે. જેલ બહાર આવતાની સાથે જ પાયલે કહ્યું, ‘સત્યમેવ જયતે’. જેલમુક્ત થયા બાદ પાયલ ગોટી પોતાના ગામ વીઠલપુર પહોંચી હતી. જ્યાં ગ્રામજનોએ તેમનું ઢોલ-નગારા સાથે સામૈયું કર્યું. જણાવી દઈએ કે, લેટરકાંડ કેસના ચાર આરોપી વિરૂદ્ધ અલગ અલગ સાયબર એક્ટ મુજબના ગુના નોંધાયા છે.
સમાજ ક્યારેય માફ નહી કરે..! બીજી તરફ, અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુમ્મરે પણ પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, જે દીકરીએ ખાલી એના શેઠે કીધું અને પત્ર લખ્યો એના માટે આવા ગંભીર પગલાંઓ યોગ્ય નથી. નકલી પત્રના આરોપીઓને પકડી પાડ્યા તો ડ્રગ્સ જિલ્લામાં કોણ લાવે તેને ખુલ્લા પાડી જ શકો છો. સાથે જ કહ્યું કે દીકરી ઉંમરલાયક છે એના લગ્ન પણ નથી થયા અને તેના સરઘસ કાઢો છો તે કેટલે અંશે યોગ્ય છે.
ગઈકાલે નીચલી કોર્ટે જામીન નામંજૂર કર્યા હતા: અમરેલીના લેટરકાંડ કેસમાં ગઈકાલે (2 જાન્યુઆરી 2025) 4 આરોપીની જામીન અરજી નીચલી કોર્ટે ફગાવી દીધી હતી. ખોડલધામ સમિતિના સદસ્યો અને અગ્રણીઓ મહિલા પાયલબેન ગોટીની મદદે આવ્યા છે. નીચલી કોર્ટમાં જામીન નામંજૂર થતાં સેશન્સ કોર્ટમાં સમાજે દરવાજા ખટખટાવ્યા હતા અને ત્યારે હવે સેશન્સ કોર્ટે જામીન મંજૂર કર્યા છે.