ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય ફૂલ પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું હતું. તે 22 જાન્યુઆરી સુધી લોકો માટે ખુલ્લું રહેશે. આ શોને છ ઝોનમાં વહેંચવામાં આવ્યો છે, જેમાં 50 પ્રજાતિના 10 લાખથી વધુ ફૂલો અને માટીમાંથી બનેલા 30થી વધુ શિલ્પો પ્રદર્શિત કરવામાં આવ્યા છે. અહીં 10 લાખથી વધુ ફૂલો અને 30 થી વધુ સ્કલ્પચર્સ મુકવામાં આવ્યા છે. પ્રકૃતિ અને સંસ્કૃતિના સંગમ સમાન આ ફ્લાવર શૉ ની મુલાકાત જરૂર લેશો. અહીંના ફુલોની સજાવટ, મહેક અને તાજગીસભર વાતાવરણ તમને યાદ રહી જશે.
આ વર્ષે હજારો લોકો ફૂલ પ્રદર્શન જોવા આવી શકે છે. મુલાકાતીઓ સમગ્ર સ્થળ પર ઉપલબ્ધ QR કોડ સ્કેન કરીને ફૂલો, માટીના શિલ્પો અને ઝોન વિશે વધુ જાણવા માટે ઑડિઓ માર્ગદર્શિકાઓનો ઉપયોગ કરી શકે છે. સત્તાવાર વેબસાઇટ અનુસાર, શનિવાર અને રવિવારે પ્રવેશ ફી 100 રૂપિયા અને સોમવારથી શુક્રવાર સુધી 70 રૂપિયા છે. ગયા વર્ષે લગભગ 20 લાખ મુલાકાતીઓ આ પ્રદર્શનમાં આવ્યા હતા અને આ વર્ષે આ રેકોર્ડ તૂટી જશે. ગયા વર્ષે, 400 મીટર લાંબી ફૂલોની બહુચર્ચિત દિવાલ માટે ‘ગિનીસ વર્લ્ડ રેકોર્ડ’માં પ્રદર્શનનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. 2013માં ‘સાબરમતી રિવરફ્રન્ટ’ ખાતે પ્રથમ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું હતું.