મુખ્યમંત્રી ને પત્ર લખી કલેકટર ને આવેદનપત્ર સુપ્રત કરી ગુનેગારો સામે યોગ્ય કાર્યવાહી ની માગ કરાઈ: તાજેતરમાં અમરેલી શહેરમાં પાટીદાર સમાજની દિકરીને રાજકીય હાથો બનાવી માત્ર ટાઈપીંગ કરવાના ગુના હેઠળ અટક કરી રાત્રીના સમયે પોલીસ દ્વારા તેણીની ધરપકડ કરી દિકરીના સન્માનને ઠેસ પહોંચે તે રીતે આ દિકરીનું સ્થાનિક રાજકીય નેતાગીરીના ઈશારે અમરેલી પોલીસ ધ્વારા જાહેરમાં હીસ્ટ્રશીટર ગુનેગાર જેમ સરઘસ કાઢી દિકરીનું તથા સમસ્ત પાટીદાર સમાજનું ઘોર અપમાન કરેલ છે.
રાજયના મુખ્યમંત્રી પદે પાટીદાર સમાજના સન્માનીય વ્યકિત હોવા છતાં ધૃત રાષ્ટ્રની જેમ દિકરીના ચીરહરણનો તમાશો જોઈ હજુ સુધી સાચા ગુનેગારો સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી આ ધટના ને આજે ૩ દિવસ થવા છતાં માત્ર ટાઈપીંગના ગુના હેઠળ અટક કરાયેલા દિકરીને જામીન પણ આપવામાં આવેલ નથી તો સત્વરે દિન-૨ માં દિકરી ઉપરના તમામ કેસ પરત લઈ નિર્દોશ જાહેર કરવામાં નહી આવે અને દિકરીના સન્માનને ઠેસ પહોંચાડનારા સાચા ગુનેગારો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં નહી આવે તો સમસ્ત પાટીદાર સમાજ, પાટણ અને કિશાન સેના ધ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે દિકરીના સન્માનમાં તેને ન્યાય અપાવવા લડત આપવામાં આવશે તેવી ચિમકી ઉચચારતુ આવેદનપત્ર પાટણ કલેકટર ને આપવામાં આવ્યું હતું તો પાટણ ધારાસભ્ય ડો. કિરીટ પટેલે પણ આ બનાવને સખ્ત શબ્દોમાં વખોડી મુખ્યમંત્રી ને પત્ર લખી કસુરવારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે.