સ્વિટ્ઝર્લેન્ડે નવા વર્ષના પહેલા દિવસે મહિલાઓને બુરખો પહેરવા પર પ્રતિબંધ મૂક્યો

સ્વિટ્ઝર્લેન્ડે નવા વર્ષના પહેલા દિવસે મહિલાઓને બુરખો પહેરવા પર પ્રતિબંધ મૂક્યો

સ્વિત્ઝરલેન્ડ સરકારે નવા વર્ષની શરૂઆત સનસનાટીપૂર્ણ રીતે કરી છે. સ્વિટ્ઝર્લેન્ડે નવા વર્ષના પહેલા દિવસે મહિલાઓને બુરખો પહેરવા પર પ્રતિબંધ મૂક્યો છે. તેનાથી તમામ ઇસ્લામિક દેશોમાં ગભરાટ ફેલાયો છે. જોકે સ્વિસ સરકારે આ કાયદો ઘણા સમય પહેલા બનાવી દીધો હતો. પરંતુ હવે તેને 1 જાન્યુઆરી, 2025થી દેશમાં લાગુ કરવામાં આવ્યો છે. નવા કાયદા અનુસાર,જાહેર સ્થળોએ બુરખો, નકાબ એટલે કે હિજાબ પહેરીને ચહેરો ઢાંકવાને હવે સંપૂર્ણપણે ગેરકાયદે જાહેર કરવામાં આવ્યો છે. આ કાયદાનું ઉલ્લંઘન કરવા પર લગભગ 95 હજાર રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે. કાયદા અનુસાર, મોં, નાક અને આંખોને બુરખાથી ઢાંકવાને કાયદાનું ઉલ્લંઘન ગણવામાં આવશે.

બુરખા પર પ્રતિબંધ મૂકવા માટે સ્વિટ્ઝર્લેન્ડે 2021માં દેશમાં જનમત સંગ્રહ કર્યો હતો, જેમાં 51 ટકાથી વધુ લોકોએ પ્રતિબંધની તરફેણમાં મતદાન કર્યું હતું. સ્વિસ સરકાર કોઈપણ નવો કાયદો બનાવતી વખતે સીધો જનમત સંગ્રહ કરાવે છે. સ્વિટ્ઝર્લેન્ડની જમણેરી સ્વિસ પીપલ્સ પાર્ટી પહેલીવાર આ પ્રસ્તાવ લાવી હતી. જેમાં ઉગ્રવાદને રોકવાની સાથે બુરખા પર પ્રતિબંધની ભલામણ કરવામાં આવી હતી. આ કાયદાના અમલ સાથે, ઇસ્લામિક દેશો તેને ડ્રેસ કોડ પર પ્રતિબંધ તરીકે વિચારી રહ્યા છે. આ નિર્ણયથી ઘણા દેશોમાં ખળભળાટ મચી ગયો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *