દર દાગીના અને રોકડ રકમની તસ્કરી કરી ફરાર અજાણ્યા ચોર ઈસમો સામે રાધનપુર પોલીસે ગુનોનોંધી તપાસ હાથ ધરી
રાધનપુરની રાધેકિષ્ના સોસાયટી માં રહેતા સંગીતાબેન રમેશભાઈ મૂળજીભાઇ પ્રજાપતિ પોતાના પતિ બિમાર થતા સારવાર સારૂ પોતાનું મકાન બંધ કરી મહેસાણા ગયેલ હોય જે તક નો લાભ ઉઠાવી કોઈ અજાણ્યા તસ્કરોએ મકાનને નિશાન બનાવી અંદર પડેલ સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમ ની તસ્કરી કરી ફરાર થયા હોવાની જાણ મકાન માલિક ને થતાં તેઓએ આ બાબતે રાધનપુર પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ ના ચક્રો ગતિશીલ કયૉ હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે પોલીસ તરફથી મળતી માહિતી મુજબ સંગીતાબેન રમેશભાઈ મૂળજીભાઇ પ્રજાપતિ રહે-મૂળ લોટીયા રાધેકિષ્ના સોસાયટી પંચમુખી રોડ રાધનપુર તા.રાધનપુર જી.પાટણ. પોતાના પતિ બિમાર થતા સારવાર સારૂ પોતાનું મકાન બંધ કરી મહેસાણા ગયેલ હતા ત્યારે તેઓને પડોશીઓ દ્ધારા ફોન કરી જણાવેલ કે તમારા ઘરનુ તાળું તુટેલ છે.ત્યારે તેઓએ ઘરે આવી જોયેલ તો ઘરનું તાળુ તુટેલ હોય અને ઘરમાં રહેલી તિજોરી પણ ખુલ્લી હોય જે જોતા તિજોરી માથી સોનાની નાની મોટી બુટીઓ જોડ નંગ-૦૩ કિ.રૂ.૨૦૦૦૦ તથા સોનાની વિંટી નંગ-૦૧ કિ.રૂ. ૧૦૦૦૦,ચાંદીનો કેડ કંદોરો નંગ-૦૧ જે આશરે ૨૫૦ ગ્રામનો કિ.રૂ.૧૨૫૦૦,ચાંદીની નાની મોટી પગની ઝાઝરીઓ જોડ નંગ-૦૪ ૩૦૦ગ્રામની રૂ.૧૫૦૦૦,ચાંદીની વિટી નંગ-૪ ૫૦ ગ્રામની કિ.રૂ.૨૫૦૦,ચાંદીની હાથની નાની કડલીઓ જોડ નંગ-૨ ૨૦૦ ગ્રામની રૂ.૧૦૦૦૦, ચાંદીની હાથની લક્કી નંગ-૦૨ ૨૦૦ ગ્રામની રૂ. ૧૦૦૦૦ તથા રોકડ રકમ ની ચોરી થઈ હોવાનું જણાતાં તેઓએ રાધનપુર પોલીસ મથકે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.