પાલનપુર ખાતે હિંદુ સંગઠનો એ કલેકટર- એસ.પી.ને આપ્યું આવેદનપત્ર
વકીલ સહિત 2 આરોપીઓના આગોતરા જામીન ના-મંજૂર: ડીસાની હિંદુ યુવતી કાયદાકીય સલાહ લેવા પાલનપુરના વિધર્મી વકીલ પાસે આવી હતી. જ્યાં વિધર્મી વકીલના સાગરીતે તેના સાથે દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ નોંધાઇ છે. ત્યારે હિંદુ યુવતીને ન્યાય અપાવવા મેદાનમાં આવેલા હિંદુ સંગઠનોએ આજે કલેકટર અને એસ.પી.ને આવેદન પત્ર આપ્યું હતું. ડીસાની હિન્દુ યુવતીને તેના બોયફ્રેન્ડ સાથે તકરાર થતા તે પાલનપુર કાયદાકીય સલાહ લેવા માટે આવી હતી. જ્યાં વકીલ ઈંદ્રિશ પઠાણના સાગરીતોએ તેને ગોંધી રાખી હતી. જ્યારે એક યુવકે દુષ્કર્મ આચરી તેને હની ટ્રેપમાં ફસાવવાનો પ્રયત્ન કર્યો હોવાની ફરિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશને નોંધાઇ છે.
આ કેસમાં પીડિત હિન્દૂ યુવતીને ન્યાય મળે તે માટે હિન્દૂ સંગઠનો એ આજે કલેકટર અને એસ.પી.ને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં ફરાર વકીલ સહિતના વિધર્મી આરોપીઓને ઝડપી લઈ કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી. આ કેસમાં મફત કાનૂની સલાહ આપવાના નામે હિન્દુ યુવતીઓનું શોષણ થતું હોવાની રાવ ઉઠી છે. ત્યારે પોલીસ તટસ્થ તપાસ કરે તો આવા અન્ય ચોંકાવનારા કેસ બહાર આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરતા હિન્દૂ સંગઠનોએ તટસ્થ તપાસની માંગ કરી હતી.
વકીલ સહિતના આરોપીના આગોતરા જામીન ના-મંજુર: મફત કાનૂની સલાહ આપવાની સોશિયલ મીડિયામાં જાહેરાતો કરનાર વકીલ ઈંદ્રિશ પઠાણ ખુદ કાયદાના સકંજામાં ફસાતા પોલીસ પકડથી નાસતા ફરે છે. જોકે, ભાજપ સાથે સંકળાયેલા વકીલ ઈંદ્રિશ પઠાણ અને સંગીતાબેન સોલંકીએ આગોતરા જામીન અરજી કરી હતી. જે આગોતરા જામીન અરજી ના.કોર્ટે ના-મંજૂર કરતા તેઓની મુશ્કેલી ઓ વધી છે.
પોલીસ તપાસ સામે આશંકા?: હિંદુ સંગઠનોએ આપેલા આવેદન પત્રમાં જણાવ્યા મુજબ, આરોપી ઓએ ભૂતકાળમાં પણ હિંદુ સમાજની ગરીબ અને પછાત વર્ગની દીકરીઓને ફસાવી શોષણ કર્યું છે. ત્યારે ગંભીર ગુનાઓનો ભૂતકાળ ધરાવતા આરોપીઓ સામે તટસ્થ તપાસ કરી કડક કાર્યવાહી કરવામાં આવે તો વધુ કારનામાંઓ બહાર આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઇ હતી. આરોપીઓના બાકીના મોબાઈલ, કોમ્પ્યુટર કબ્જે કરી ઓફીસ સિલ કરી એફએસએલ દ્વારા તપાસ થાય તેવી માંગ સાથે તપાસનીશ અધિકારીને બદલી નવા અધિકારીને તપાસ સોંપવા ની માંગ કરાઈ છે. જોકે, વિધર્મી આરોપીઓને કેટલાક કહેવાતા કટ્ટર હિન્દુત્વવાદીઓ જ છાવરતા હોવાની વાતો પણ સોશિયલ મીડિયામાં વહેતી થઈ છે. ત્યારે પોલીસ કેવો રૂખ અપનાવે છે તે તો સમય જ બતાવશે.