થરાદનું અંતર પાલનપુરથી 80 કિલોમીટર દુર વહીવટી કામોમાં સરળતા રહેશે
ગુજરાતમાં ત્રીજા નંબરનો સૌથી મોટો જિલ્લો એટલે બનાસકાંઠા જ્યાં 38 લાખથી વધુ પ્રજાજનો વસવાટ કરે છે. જ્યાં રાજ્યના સૌથી વધુ 14 તાલુકાઓ આવેલા છે. જ્યાં એક તાલુકાથી બીજા તાલુકા વચ્ચેનું અંતર અંદાજિત 25 કિમીનું અંતર છે. જ્યાં જિલ્લાની એક તરફ જગવિખ્યાત માઁ આંબાનું અંબાજી મંદિર આવેલું છે તો બીજી તરફ નડાબેટમાં ભારત પાકિસ્તાનની સરહદ છે. જિલ્લામાં એક છેડે થી બીજે છેડે એટલે કે અંબાજીથી નડાબેટ જવું હોય તો પણ 180 કિમીનું અંતર કાપવું પડતું હતું. તેથી જિલ્લાની વિકાસ રુંઘાતો હતો. ત્યારે વર્ષોની માંગ બાદ હવે બનાસકાંઠાના બે જિલ્લાની જાહેરાત થતાં જિલ્લાવાસીઓમાં ખુશીની લાગણી છવાઈ છે.
બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકાઓની સરખામણીએ થરાદ, વાવ, સુઇગામ, ભાભર, દિયોદર અને લાખણી એમ તાલુકાનો જિલ્લો થરાદને બનાવાથી ચર્ચાઓ ઘણા સમયથી ચાલી રહી હતી. જેમાં દિયોદર અને થરાદમાંથી જિલ્લો કોને જાહેર કરવો એની અસમંજસ સરકારમાં હતી. જેને આજે થરાદને જિલ્લો બનાવવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. થરાદનું અંતર પાલનપુરથી 80 કિલોમીટર દુર છે, જેને જિલ્લો જાહેર કરાતા વહીવટી કામોમાં સરળતા રહેશે અને વિકાસ કામગીરીને વેગ મળશે.
માઁ અંબા અને ભારત- પાકિસ્તાન નડાબેટ આંતરરાષ્ટ્રીય બોર્ડર સુધી વિસ્તરેલા બનાસકાંઠા જિલ્લાના વિભાજનની જાહેરાત કરાઈ છે. ભૌગોલિક દ્વષ્ટિએ 12 હજાર 704 કિમી વર્ગ એરિયામાં વિસ્તરેલા બનાસકાંઠા જિલ્લામાં રાજ્યના સૌથી વધુ 14 તાલુકાઓ અસ્તિત્વ ધરાવતા હતાં જિલ્લો વિસ્તાર અને તાલુકાઓની દ્વષ્ટિએ ખૂબ જ મોટો હોવાથી ઘણાં લાંબા સમયથી બનાસકાંઠાને બે જિલ્લામાં વિભાજીત કરવાની માંગ થઈ રહી હતી. ત્યારે આજે ગુજરાતની કેબિનેટ બેઠકમાં બનાસકાંઠામાંથી થરાદ અને બનાસકાંઠા એમ બે જિલ્લાની જાહેરાત કરાઈ છે. જેમાં 6 તાલુકાઓ સાથે એક જિલ્લો બનાસકાંઠા અસ્તિત્વમાં રહેશે. જેનું મુખ્ય મથક પાલનપુર રહેશે. જ્યારે મૂળ બનાસકાંઠા જિલ્લામાંથી થરાદ – વાવનું વિભાજન કરી 8 તાલુકાઓ સાથે એક બીજો જિલ્લો અસ્તિત્વમાં આવશે. જેનું મુખ્ય મથક થરાદ રહેશે.