કચ્છ જિલ્લામાં ફેરબદલી બાદ હેડ કોન્સ્ટેબલની ફરી વાવમાં બદલી ચર્ચાની એરણે

કચ્છ જિલ્લામાં ફેરબદલી બાદ હેડ કોન્સ્ટેબલની ફરી વાવમાં બદલી ચર્ચાની એરણે

વાવ પોલીસ મથકમાં સતત ત્રીજી વખત આવેલ પોલીસ કર્મીનો ભૂતકાળ ખરડાયેલો હોવાના આક્ષેપ

સરહદી પંથકનો એક યુવક 17.2.2009 ની પોલીસ બેન્ચમાં પો.કો. તરીકે નિમણૂક પામ્યા બાદ તેણે જાણે સરહદી પોલીસ મથકને પોતાનું ઘર બનાવી દીધું છે.જોકે પોતાની 16 વર્ષની ફરજ દરમિયાન પ હેડ.કો.નું પ્રમોશન મળ્યું છે. પરંતુ રુઆબ પી.આઇ.કરતાં પણ ભભકેદાર હોવાનું લોકો જણાવી રહ્યા છે. આ પોલીસ કર્મીનો ભૂતકાળ ખરડાયેલો છે.તેના ઉપર નજર કરીએ તો તેની 16 વર્ષની ફરજમાં તે ત્રીજી વખત વાવનું પોલીસ મથક સભાળેલ હોવાનું ચર્ચાસ્પદ બન્યુ છે.આજથી અંદાજે 6 વર્ષ અગાઉ તે વાવ પોલીસ મથકમાં ફરજ બજાવતો હતો. તે દરમિયાન કોઈ એક ફરિયાદી પાસેથી રૂ. 2000 ની લાંચ લીધાની તેમજ એક ઈસમના પગ તોડી નાખવાની ધમકી આપતો વિડીયો સોસીયલ મીડિયામાં વાયરલ થયો હતો.

જેથી તત્કાલિન જિલ્લા પોલીસ વડાએ તેની જિલ્લા ફેર કચ્છમાં બદલી કરી હતી. પરંતુ આ વિસ્તારમાં ફાવટ ન આવતાં ધમપછાડા કરી ટૂંકા ગાળામાં રાજકીય છેડા લગાવી તેણે ફરી ધાનેરા ખાતે બદલી કરી બ.કા આવેલ અને ધાનેરા ખાતે થોડા મહિના ફરજ બજાવી પાછો આ પોલીસ કર્મી છેલ્લા 4 વર્ષથી વાવ ખાતે ફરજ બજાવી રહ્યો છે. જે સ્થળના વિવાદને લઈને તત્કાલીન જી.પોલીસવડાએ એની બદલી કચ્છ અને ધાનેરા કરી હોવા છતાં ફરી પાછું વાવનું પોલીસ મથક કેમ આપવામાં આવ્યું છે?

આ મુદ્દે વર્તમાન જિલ્લા પોલીસ વડાએ મનોમંથન કરવું જરૂરી છે. તેમજ આ પોલીસ કર્મીની 16 વર્ષની ફરજમાં તેનું સેડ્યુલ તપાસવું જરૂરી બન્યું છે? તેવો લોકોમાં સવાલ ઉઠ્યો છે.કારણ પોતાની રાજકીય વગને લીધે કોઈ ફરિયાદી કે પછી અધિકારીને પણ ગાંઠતો નથી આ બાબતે એસ.એમ.સી.ના વડાને પણ રજુઆત થાય તેવું ચર્ચાસ્પદ બન્યું છે. તે પૂર્વ જિલ્લા પોલીસવડા આ પોલીસ કર્મીના ભૂતકાળ ઉપર એક નજર કરે તે જરૂરી બન્યું છે? વર્ષોથી એક જગ્યા પર ચીટકી રહેલ આ પોલીસ કર્મી વિરુદ્ધ સંસદસભ્ય પણ અવાજ ઉઠાવે તેવી પ્રબળ લોક માંગ ઉઠી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *