દક્ષિણ આફ્રિકાએ પ્રથમ ટેસ્ટ મેચમાં પાકિસ્તાનને 2 વિકેટથી હરાવીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025ની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. રોમાંચક મેચમાં આફ્રિકા માટે બોલરો અને બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025ની ફાઇનલ મેચ વર્ષ ઇંગ્લેન્ડના લોર્ડ્સમાં રમાશે અને તમામ ટીમો ફાઇનલમાં પહોંચવા માટે સખત પ્રયાસ કરી રહી છે. હવે દક્ષિણ આફ્રિકા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25ના પોઈન્ટ ટેબલમાં નંબર વન પર છે અને તેણે પાકિસ્તાનને હરાવીને ફાઈનલ માટે ક્વોલિફાઈ કર્યું છે. આફ્રિકાએ ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. હાલમાં એક જગ્યા ખાલી છે અને તેના માટે ઓસ્ટ્રેલિયા, ભારત અને શ્રીલંકા વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે. આફ્રિકાએ પ્રથમ ટેસ્ટ મેચમાં પાકિસ્તાનને 2 વિકેટથી હરાવીને ફાઈનલની ટિકિટ બુક કરી લીધી હતી.
𝙁𝙄𝙍𝙎𝙏 𝙁𝙄𝙉𝘼𝙇𝙄𝙎𝙏 𝘾𝙊𝙉𝙁𝙄𝙍𝙈𝙀𝘿 🇿🇦
South Africa are headed to Lord's for the #WTC25 Final 🤩 #SAvPAK ➡ https://t.co/vWLh4MSQjm pic.twitter.com/sZ5QBnDAYD
— ICC (@ICC) December 29, 2024