દેશી દારૂની ઉત્પાદન કરતી ભઠ્ઠીઓ ઝડપાઈ 11 લાખના મુદ્દામાલ સાથે 2 શખ્સો ઝડપાયા
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના માવાની મુવાડી ગામની સીમમાં એસએમસી દેશી દારૂની ઉત્પાદન કરતી ભઠ્ઠીઓ ઝડપાઈ હતી. દેશી દારુ અને વોશ મળી કૂલ રૂ 11.11 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સો ઝડપાયા હતા. 10 અજાણ્યા ઇસમો સહીત 21 ફરાર મળી 23 આરોપીઓ સામે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. આ અંગેની વિગત એવી છે કે, પ્રાંતિજ તાલુકાના માવાની મુવાડી ગામની સીમ વિસ્તારમાં ગત રાત્રીએ ખારી નદીના કિનારે એસએમસીએ બાતમી આધારે રેડ કરીને નદી કિનારે દેશી દારુનું ઉત્પાદન કરતી ભઠ્ઠીઓ ઝડપી લીધી હતી.
રૂપિયા 2 લાખ 34 હજાર 400નો દેશી દારુ, 22535 લીટર રૂપિયા 5 લાખ 63 હજાર 375નો વોશ, રૂપિયા 2 લાખ 90 હજારના પાંચ વાહનો, એલ્યુમીનીયમના 18 ડેઘ રૂ.1800, ઈલેક્ટ્રીકલ વોટર પંપ રૂ.3000, લાકડા 1180 કિલોગ્રામ રૂ 1770, સ્ટીલની બરણીઓ 36 રૂ.1800, બે મોબાઈલ રૂ 15000 મળી કૂલ રૂ. 11 લાખ 11 હજાર 145ના મુદ્દામાલ સાથે બે શખ્સો ઝડપાયા હતા .જ્યારે રેડ દરમિયાન ભાગી ગયેલા 10 અજાણ્યા ઇસમો મળી 21 આરોપીઓ ફરાર હતા.આ અંગે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં 23 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઇ છે.