હાઈવે માગૅ સજૉયેલ ધટનાને પગલે લોકોના ટોળા ઉમટ્યા ફાયર ટીમે ધટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેતા લોકોએ હાશકારો અનુભવ્યો.. રવિવારની સવારે પાટણ શહેરના ચાણસ્મા હાઇવે પર પદ્મનાભ ચાર રસ્તા નજીક સીએનજી કાર અને ઓટોરિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયા બાદ અચાનક સીએનજી કારમાં આગ ભભૂકી ઉઠતા અફરા-તફરી મચી જવા પામી હતી. જોકે અકસ્માતના બનાવમાં ઓટોરિક્ષા અને સીએનજી કારમાં બેઠેલા મુસાફરો ને લોકોએ સિફત પૂર્વક રીતે બહાર કાઢી પાટણ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા તેઓએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી સીએનજી કારમાં લાગેલી આગને કાબુમાં લેતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
જોકે આકસ્માતના બનાવ માં સીએનજી કાર બળીને રાખ થવા પામી હતી. તેમજ ઓટો રિક્ષાને પણ નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે. પાટણ ચાણસ્મા હાઇવે માર્ગ પર પદ્મનાભ ચાર રસ્તા પર રવિવારની સવારે સર્જાયેલા બનાવને પગલે લોકોના ટોળેટોળા ઘટના પડ્યા હતા. તો પોલીસે પણ ધટના સ્થળે દોડી આવી લોકો ના ટોળાને દુર કરી અકસ્માત ગ્રસ્ત બન્ને વાહનો રોડ સાઈડ કરી ટ્રાફિક ખુલ્લો કર્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.