નરેન્દ્ર મોદીએ ​​ચેસ ચેમ્પિયન ડી ગુકેશ સાથે મુલાકાત કરી : આત્મવિશ્વાસ ખરેખર પ્રેરણાદાયક

નરેન્દ્ર મોદીએ ​​ચેસ ચેમ્પિયન ડી ગુકેશ સાથે મુલાકાત કરી : આત્મવિશ્વાસ ખરેખર પ્રેરણાદાયક

આ પોસ્ટ શેર કરતા લખ્યું, ‘ચેસ ચેમ્પિયન અને ભારતના ગૌરવ ડી.ગુકેશ સાથે ખૂબ જ સારી વાતચીત કરી. હું છેલ્લાં કેટલાંક વર્ષોથી તેમની સાથે નજીકથી સંપર્ક કરી રહ્યો છું અને જે બાબત મને તેમના વિશે સૌથી વધુ પ્રભાવિત કરે છે તે તેમનો નિશ્ચય અને સમર્પણ છે. તેમનો આત્મવિશ્વાસ ખરેખર પ્રેરણાદાયી છે. વાસ્તવમાં, મને તેનો થોડા વર્ષો પહેલાનો એક વીડિયો યાદ છે જેમાં તેણે કહ્યું હતું કે તે સૌથી યુવા વર્લ્ડ ચેમ્પિયન બનશે. એક એવી આગાહી જે હવે તેમના પોતાના પ્રયત્નોને કારણે સાચી સાબિત થઈ છે.

ડી ગુકેશે ચીનના ડીંગ લિરેનને હરાવીને વર્લ્ડ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો હતો. 18 વર્ષના ગ્રાન્ડમાસ્ટર ગુકેશે 14મી અને અંતિમ ગેમમાં ચીનના ડીંગ લિરેનને હરાવીને વર્લ્ડ ચેમ્પિયન બનવાનું ગૌરવ હાંસલ કર્યું હતું. એટલું જ નહીં ડી.ગુકેશ આ ખિતાબ જીતનાર સૌથી યુવા ચેસ ખેલાડી બની ગયો છે. તમને જણાવી દઈએ કે વિશ્વનાથ આનંદ બાદ ગુકેશ પણ આ પ્રતિષ્ઠિત ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય બની ગયો છે. વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ ગુકેશ પોતાની લાગણીઓ પર કાબૂ રાખી શક્યો નહીં અને તેની આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા. તમને જણાવી દઈએ કે આ વર્ષની શરૂઆતમાં કેન્ડીડેટ્સ ટૂર્નામેન્ટ જીત્યા બાદ તે વર્લ્ડ ટાઈટલ માટે ચેલેન્જ આપનાર સૌથી યુવા ખેલાડી બન્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *