ઔદ્યોગિક વિકાસમાં ગુજરાત આગળ હોવાથી ફેક્ટરીઓમાંથી નીકળતા ઝેરી વાયુથી પણ હવા દિનપ્રતિદિન ખરાબ બનતી ગઈ છે. અમદાવાદ, સુરતમાં હવાની ગુણવત્તા બગડતાં અસ્થમા, ફેફસાથી પીડાતા દર્દીઓ માટે તો રોજ શ્વાસમાં ઝેર લેવા સમાન બની ગયું છે. હાલ સુરતમાં તો 3.3 સિગારેટ પીધાનો નશો થાય તેટલી હવા ખરાબ બની છે. એટલે કે મહિને 99 સિગારેટ ફૂંક્યા બરાબર ગણી શકાય. સિગારેટ પીને પણ જેટલા લોકો નથી મોતને ભેટતાં, તેટલા લોકો ઝેરી હવાને કારણે રોગોને આમંત્રણ આપતા જોવા મળ્યાં છે.
માસ્ક વગર તો ઘરની બહાર નીકળવું હવે શક્ય જ નથી, તેમ લોકો માનતા થઈ ગયા છે. એર ક્લોલિટી ઈન્ડેક્સ 400ને પાર કરી ગયો છે. ભારતમાં દિલ્હીમાં સૌથી વધુ પ્રદૂષણ હોવાના આંકડા સામે આવ્યા છે, જેમાં 60 ગણું હવાનું પ્રદૂષણના કારણે લોકો વગર સિગારેટ ફૂંક્યા વિના ધુમ્રપાન કરતા હોય તેમ રોગોના શિકાર થયા છે. અન્ય રાજ્યો હરિયાણા 29, બિહાર 10, ઉત્તર પ્રદેશ 9.50, ઓડિશા-બંગાળ-રાજસ્થાનમાં 7.5, સિગારેટ પીવા જેટલું પ્રદૂષણ હવામાં છે.
અત્યારે સુરતમાં હવાનું સૌથી વધુ પ્રદૂષણનો આંકડો 215 સુધી પહોંચી ગયો છે. જ્યારે નવી દિલ્હીમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 355ને પાર પહોંચી ગયો છે. વિશ્વ આરોગ્ય સંગઠન પ્રમાણે કોઈપણ શહેરમાં Air Quality Index 0-50 હોય તો તેને શ્વાસમાં લેવા માટે સારી હવા માનવામાં આવે છે. આનાથી શરીરને કોઈપણ નુકસાન થતું નથી. AQI 51- 100 હોય ત્યારે તેને સહન કરાય તેટલું પ્રદૂષણ કહેવામાં આવે છે. જે લોકોને શ્વાસની બીમારી હોય તેમને થોડા પ્રમાણમાં આ એર ક્વોલિટીથી તકલીફ થઈ શકે છે.