મકરસંક્રાંતિ ના દિવસો જેમ જેમ નજીક આવતાં જઈ રહ્યા છે તેમ તેમ પતંગ રસિયાઓમા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો પતંગ દોરી ના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ દ્વારા પણ પતંગ દોરી નો સ્ટોક કરવામાં આવી રહ્યો છે તો કેટલાક વેપારીઓ પ્રતિબંધિત ચાઈનીઝ દોરી ના વેચાણ માટે ખાનગીમાં બહારથી જથ્થો લાવી રહ્યાં હોવાનું જાણવા મળ્યું છે.
પાટણના સિધ્ધપુર ના દેથળી ચાર રસ્તા પાસેથી દિનેશકુમાર ઓમપ્રકાશ અગ્રવાલ રહે,મેઇન બજાર છાપી તા.વડગામજી.બનાસકાંઠા અને ઠાકોર રાહુલજી સોમાજી રહે,પસવાદળ તા.વડગામ જી.બનાસકાઠા અને જીતેન્દ્રકુમાર નટવરલાલ મોદી રહે,બવાલચુડી તા.વડગામ જી.બનાસકાંઠા વાળાઓ ઇકકો ગાડી નં. જી જે ૦૮ બી એન ૬૧૧૯માં નાયલોન ચાઇનીઝ દોરાની ફીરકીઓના કારટુન નંગ ૩ ચાઇનીઝ દોરીની ફીરકી નંગ ૧૮૦ કુલ કિ રૂા ૨૭૦૦૦ તથા ઇકકો ગાડી કી.રુ ૧,૫૦૦૦૦/ મળી કુલ કિ.રુ૧,૭૭૦૦૦/ના કુલ મુદામાલ સાથે સિધ્ધપુર પોલીસે ઝડપી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.