આરોપી ઈમ્તિયાઝ સુમરાને પોક્સો હેઠળ પણ 20 વર્ષની સજા: વડગામ પંથકમાં સને 2020માં શાળાએથી ઘરે જઈ રહેલા બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરાયું હતું. જે કેસમાં કોર્ટે આરોપીને તકસરીવાન ઠેરવી 20 વર્ષની સજા અને રૂ.50,000 નો દંડ ફટકાર્યો હતો.
વડગામ પંથકમાં 2020 ના વર્ષમાં 10 વર્ષના કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરાયું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. શાળાએથી ઘરે જઈ રહેલા કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધની કૃત્ય આચરવાની ઘટના ઘટતા તેના પિતાએ વડગામ પોલીસ સ્ટેશને ગત 28 મી ફેબ્રુઆરી 2020ના રોજ મૂળ ટીંબાચૂડીના અને બનાવ સમયે સીસરાણા ખાતે રહેતા ઈમ્તિયાઝ સુમરા સામે ફરિયાદ નોંધાવી હતી. જે કેસ નામદાર સેસન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટે મેડિકલ પુરાવા, ફરિયાદી અને પીડિતની જુબાની ધ્યાને લઈને આરોપી ઈમ્તિયાઝ સુમરાને કલમ 377 ના ગુનામાં 20 વર્ષની સજા અને રૂ.50,000 નો દંડ ફટકાર્યો હતો. જ્યારે પોકસો કલમ તળે પણ 20 વર્ષની સજા ફટકારી હોવાનું સરકારી વકીલ જશુભાઈ પટેલે જણાવ્યું હતું.