તાજેતરના સમયમાં ભારત સહિત વિશ્વના વિવિધ ભાગોમાં ભૂકંપની ઘટનાઓ વધી છે. જેના કારણે અવારનવાર લોકોમાં ભયનું વાતાવરણ જોવા મળે છે. શુક્રવારે ફરી એકવાર ભારતના એક રાજ્યમાં ભૂકંપના આંચકાથી ધરતી હચમચી ઉઠી હતી. હકીકતમાં શુક્રવારે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, જમ્મુ-કાશ્મીરમાં આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4 માપવામાં આવી છે. આ ભૂકંપનું કેન્દ્ર રાજ્યના બારામુલ્લા જિલ્લામાં જમીનથી 10 કિલોમીટર નીચે હતું. આપેલી માહિતી મુજબ, આ ભૂકંપ, 27 ડિસેમ્બર, 2024 ના રોજ રાત્રે 9:06 કલાકે આવ્યો હતો. હજુ સુધી આ વિસ્તારમાંથી કોઈ જાનહાની કે જાનહાનિના સમાચાર નથી.

- December 28, 2024
0 108 Less than a minute
You can share this post!
editor