ધનપુરા પાટિયા પાસે ધ બર્નિંગ કાર અમદાવાદ પાર્સિંગની કારમાં એક વ્યક્તિ ભડથુ
પાલનપુર અંબાજી રોડ પર અમદાવાદ પાર્સિંગની કારમાં આગ લાગતા સંપૂર્ણ ગાડી બળીને ખાખ થઈ ગયેલી જોવા મળી હતી. જેમાં વહેલી સવારે ત્યાંથી પસાર થતાં લોકોને નજરે પડતાં લોકો પણ ત્યાં ચોંકી ઉઠ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. પરોઢમાં આ બનાવ બન્યાની શક્યતા છે. સવારે જ્યારે ત્યાંથી સ્થાનિકો નીકળ્યા હતા. ત્યારે કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયેલી હાલતમાં જોવા મળી હતી.
ઘટનાની જાણ થતાં વડગામ પોલીસ તત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી. જોકે, વીડિયો માં જોતા સંપૂર્ણ બળેલી કાર રોડ પર પડી છે અને તેમાં એક ડ્રાઈવર સીડ પર ભડથું થયેલી હાલતમાં જોવા મળ્યો હતો. કારમાં સવાર ડ્રાઇવરનું મોત થયું હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત થઇ રહ્યું છે. જોકે બળેલી ગાડી જોઈ વહેલી સવારે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા ઘટનાને લઇ પોલીસે તપાસ હાથ ધરી છે.