ધાનેરા પોલીસ રાજસ્થાન બોર્ડરની વાસણ ચોકી ઉપર બુધવારે રાત્રે વાહન ચેકિંગમાં હતી. તે દરમિયાન પીઆઇ એ.ટી.પટેલને બાતમી મળતાં એક ટ્રક વાસણ ચેકપોસ્ટ ઉપર આવતા આઇસર ટ્રક રોકાવી તપાસ કરતાં ટ્રકમાંથી ખાલી કેરેટમાં વિદેશી દારૂ-બીયરની બોટલ નંગ- 2664 રૂ.2,79,720 મળી આવ્યો હતો. આમ 8 લાખની આઇસર ટ્રક, મોબાઈલ બે રૂપિયા 1000 મળી કુલ રૂ.10,89,720 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અને ટ્રક ચાલક રામરામ ખુમારામ હરારામ ગવારીયા (રહે.સિંણધરી-રાજસ્થાન), મદનલાલ કિશનજી પ્રભુજી ગવારીયા (રહે.જીવાણા,તા.સાયલા-રાજસ્થાન) ની અટકાયત કરી આગળની કાર્યવાહી હેડ કોન્સ્ટેબલ ગોવિંદભાઈ ચલાવી રહ્યા છે.
- December 27, 2024
0
39
Less than a minute
You can share this post!
editor