અમરેલી જિલ્લાના રાજુલા જાફરબાદમાં દીપડાએ 10 વર્ષીય બાળકને ફાડી ખાતા ચકચાર મચી ગઈ છે. જાફરાબાદમાં માસૂમ બાળકના મોતથી પરીવારમાં શોકનો માહોલ છવાયો છે. દીપડાના હુમલામાં ઘાયલ થયેલ બાળકને સારવાર માટે લઈ જવામાં આવ્યો. જ્યાં સારવાર દરમ્યાન બાળકનું મોત નિપજયું. બાળકના મોતને લઈને ધારાસભ્યની પ્રતિક્રિયા સામે આવી. ધારસભ્યે વન્યપ્રાણીના હુમલાથી બચવા પ્રજાજનોને ખુલ્લામાં ના સુવાની ચેતવણી આપી. રાજુલા જાફરાબાદમાં દીપડાના હુમલામાં બાળકનું મોત થયું. જેના બાદ ધારાસભ્યની પ્રતિક્રિયા સામે આવી.
વધુમાં હીરા સોલંકીએ કહ્યું કે આવી ઘટનાઓ બને છે ત્યારે મને બહુ દુઃખ થાય છે. વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે પ્રજાને સંદેશો આપું છું કે તેઓ હજુ થોડા સમય વધુ સાવચેતી રાખે. વન વિભાગ દ્વારા દીપડાને પકડવા 6 પાંજરા મૂકાયા. જાફરાબાદમાં દીપડાના હુમલામાં પોતાના વ્હાલસોયા દિકરાને ગુમાવતા માબાપ પર આભ તૂટી પડ્યું.અને સગાસંબંધીઓ પણ શોકાતુર થઈ ગયા છે. પ્રાણીઓ પર જીવદયા કરવી કે પછી તેમને સજા કરવી તેને લઈને આ વિસ્તારના લોકોમાં ચિંતાના વાદળો છે. બાળકના મોત બાદ અન્ય લોકો પણ હવે પોતાના બાળકની સલામતીને લઈને ચિંતિત છે. ખુલ્લામાં રમતા બાળકો પર પણ હવે સતત હિંસક પ્રાણીઓનો ભય તોળાઈ રહ્યો છે.