ગુજરાત હાઇકોર્ટનો ચીફ ઓફિસરને જવાબ રજૂ કરવા આદેશ: ધાનેરા ખાતે આવેલ જૈન દેરાસરમાં કેટલાક સમયથી ચાલતા વિવાદમાં રોજ રોજ નવા તથ્યો બહાર આવી રહેલ છે.જેમાં આજરોજ મળતી માહિતી મુજબ આ પ્રકરણમાં ધાનેરા નગરપાલિકાની પણ શંકાસ્પદ ભૂમિકા બહાર આવી છે. કારણ ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ મામલે મંજૂરી વિના ચાલતું કામ નહિ રોકવા મુદ્દે ચીફ ઓફિસરને નોટિસ ફટકારી જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. જેમાં નગરપાલિકા દ્વારા નોટિસ 8 મહિના બાદ પક્ષકારને બજવણી કરી ત્યારે સ્વીકારી અને દબાણ આવતા સ્થળ ઉપર નોટિસ આપી પણ સ્થળ પર દિન 2 માં કામ બંધ કરવા જણાવેલ નહીં .એટલું જ નહીં, સ્થળ સીલ કરવાની કાર્યવાહીની નોટીસ બજાવેલ, પરંતુ જે રીતે ધાનેરાના અન્ય બાંધકામની પરિસ્થિતિ છે.તેમ આ કામમાં પણ લાલીયાવાડી દાખવતા હાઇકોર્ટે આખરે લાલ આંખ કરી છે.
- December 26, 2024
0
35
Less than a minute
You can share this post!
editor