મૃત બાળકી નું નામ રાધિકા આબુરોડ રેલવે સ્ટેશન પર એક બાળકી નું આખલા દવારા કરૂણ મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે. આબુરોડ રેલવે સ્ટેશન પર આખલા એ બાળકીની છાતી પર પગ મૂક્યો હતો અકસ્માતમાં બાળકીનું કરૂણ મોત નીપજ્યું હતું. મુંડારાના રહેવાસીનો એક પરિવાર જેમના સંબંધીને બિમારીના કારણે મળવા આવ્યા હતા. સ્વજનને મળીને મુંડારા પરત ફરતા દુઃખદ ઘટના બની હતી તે સમયે પરિવાર નજીક આખલો પસાર થયો હતો. આબુરોડ રેલ્વે સ્ટેશનના રિઝર્વેશન રૂમમાં ઘટના બની હતી. આખલો પરિવાર જ્યાં સૂતો હતો ત્યાં પહોંચ્યો હતો અને નજીકમાં સૂઈ રહેલી દોઢ વર્ષની બાળકીની છાતી પર પગ ને બાળકી ને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરી હતી. બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ હતી, ઈજાગ્રસ્ત બાળકીને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી પણ હોસ્પિટલના ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરી હતી. ત્યાર બાદ પરિવાર બાળકીને રેલવે સ્ટેશન લઈ ગયો હતો જ્યાં ડ્રાઈવરોએ પરિવારના સભ્યોની મદદ કરી પૈસા ભેગા કરી આપ્યા હતા.
પરિવારજનોએ મૃતક બાળકીને લઈને પોતાના ઘરે જવા રવાના થયા હતા. મૃતક બાળકીનું નામ રાધિકા જાણવા મળ્યું હતું. ઘટનાની માહિતી મળતાં જ એસડીએમ ઘટનાસ્થળે પહોંચી ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું. ઘટના બાદ રિઝર્વેશન રૂમની બહાર સાંકળ લગાવી દેવામાં આવી હતી. ત્યાર બાદ રખડતા પ્રાણીઓ રિઝર્વેશન રૂમમાં પ્રવેશ ન કરે તે માટે બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું. ભવિષ્યમાં કોઈ આવી ઘટના ન બને તે માટે વહીવટીતંત્રે આ કાર્યવાહી કરી હતી.