સરહદી બનાસકાંઠા જિલ્લામાં વેસ્ટન ડીસ્ટર્બન્સ ના પગલે ઋતુચક્ર ગોથે ચડ્યુ

સરહદી બનાસકાંઠા જિલ્લામાં વેસ્ટન ડીસ્ટર્બન્સ ના પગલે ઋતુચક્ર ગોથે ચડ્યુ

ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હીમવર્ષા અને મેદાની વિસ્તારોમાં કમોસમી વરસાદ ના પગલે

બનાસકાંઠા જિલ્લામાં ઠંડો પવન ફુંકાતા ઠંડી ની તિવ્ર અસર | બે દિવસ માં લઘુતમ તાપમાન પણ ધટયુ

કાતિલ ઠંડી માં વધધટ થતા લોકોના સ્વાસ્થ્ય અને સહીત ખેતીના પાકો પર અસર

સરહદી વિસ્તાર ગણાતા બનાસકાંઠા જિલ્લામાં મંગળવારે ઠંડીનો પારો એકાએક ૩.૩ ડીગ્રી ના ધટાડા સાથે ૧૩ ડીગ્રી થવા પામ્યો હતો  જે મંગળવારે પણ સામાન્ય વધારા સાથે લઘુતમ તાપમાન યથાવત રહેતા અનેક  વિસ્તારોમાં બ્રફિલા પવન સાથે કાતિલ ઠંડી નું પ્રમાણ જોવા મળી રહ્યું છે ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં થઈ રહેલી હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં થઈ રહેલા કમોસમી વરસાદના કારણે તેની સીધી અસર બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારો ઉપર પડતા વાતાવરણના પલટા વચ્ચે પણ ઠંડીનું પ્રમાણ યથાવત જોવા મળી રહ્યું છે.

અગાઉ વાતાવરણમાં પલટો આવતાં ઠંડીનું પ્રમાણ ઘટયું હતું જેના કારણે પ્રજાજનો ને ઠંડીથી આંશિક રાહત મળી છે પરંતુ ત્યારબાદ આંશિક વાદળો વિખેરતા અને ઉત્તર પુર્વ બ્રફિલા પવન ફુંકાતા એકાએક ઠંડી નો પારો ગગડતા ફરી એકવાર ઠંડી નો માહોલ સર્જાયો હતો. બનાસકાંઠા જિલ્લામાં વેસ્ટન ડીસ્ટર્બન્સ ની અસરને લીધે ફરી એક વાર ઋતુચક્ર ગોઠે ચડ્યું છે જેથી લઘુતમ અને મહત્તમ માં સતત વધારો ઘટાડો થઇ રહ્યો છે  જેની સીધી અસર લોકોના સ્વાસ્થ્ય સાથે ખેતીના ઉભા પાકો પર પણ જોવા મળી રહે છે.

બનાસકાંઠા જિલ્લાના અનેક ભાગોમાં આજથી ફરી વાતાવરણમાં પલટો આવશે: બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં સતત બદલાવ જોવા મળી રહ્યો છે જેમાં બર્ફીલા પવાનોના કારણે ઠંડીનું પ્રમાણ પણ જોવા મળી રહ્યું છે ત્યારે ફરી એકવાર વાતાવરણમાં મોટો પલટો આવવાની સાથે અનેક વિસ્તારોમાં ત્રણ દિવસ સુધી હળવો વરસાદ થવાની પણ શક્યતાઓ રહેલી છે.

વાતાવરણના બદલાવ વચ્ચે ખેતી પાકોને કાળજી રાખવા ખાસ સુચના : કૃષિ વૈજ્ઞાનિક આ અંગે ડીસા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક યોગેશ પવારે જણાવ્યું હતું કે આવા વાતાવરણમાં ઊભા પાકમાં પિયત બંધ રાખવુ અને પાક ને રોગથી બચાવવા માટે જૈવિક ફૂગનાશક દવા જેવીકે, ટ્રાયકોડરમાં, સુડોમોનાસ નો ઉપયોગ કરવો.અથવા આંતરપ્રવાહી ફૂગનાશક દવાનો એન્ટીબાયોટિક સાથે છંટકાવ કરવો અને ખાસ કરીને આ સમયગાળા પુરતો રાસાયણિક ખાતરનો ઉપયોગ ટાળવો

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *