અમીરગઢ મા એકમાત્ર ડી એમ યુ લોકલ ટ્રેન નો સ્ટોપેજ છે. આના સિવાય કોઇ ટ્રેનની સુવિધા આપવામા આવી ન હોવાથી રેલ્વે નિ સુવિધાઓથી વંચિત રહેનાર લોકોએ અમીરગઢ ખાતે આવેલ અજમેર ડિવિજન ના ડીઆર એમ ને લેખિત તથા મૌખિક રજૂઆતો કરેલ હતી. જેમા મુખ્ય માંગોમાં કોરોનાકાળ થી બંધ કરવામાં આવેલ અમદાવાદ જયપુર લોકલ ટ્રેન નો સ્ટોપેજ બંધ કર્યા બાદ ચાલુ કરવામા આવ્યો નથી તેને પુનઃ શરૂ કરવા તથા અમીરગઢ એ તાલુકા પેલેસ હોવા છતાં કોઈપણ એક્સપ્રેસ ટ્રેન નો લાભ મળતો નથી અહીંના લોકો પણ રાજ્સ્થાન અને અમદાવાદ જેવા શહેરો સાથે સંકળાયેલા હોવાથી તેઓના એક્સપ્રેસ ટ્રેન જેવીકે અમદાવાદ હરિદ્વાર અને જયપુર બાંદ્રા જેવી ટ્રેનો નો લાભ મળે એ માટેના સ્ટોપેજ આપવાની રજુઆત કરેલ હતી. આ ઉપરાંત અમીરગઢ વાસીઓ ની વર્ષો જૂની માંગ અને મુખ્ય જરૂરિયાત એવાં રેલ્વે ઓવરબ્રિજ બનાવવા માટે રજુઆત કરેલ હતી ડી આર એમ દ્વારા શાંતિપૂર્ણ રજુઆત સાંભળ્યા બાદ આ રજુઆત ઉપર સુઘી પોહચડી નિરાકરણ લાવવા માટે નું આશ્વાશન આપ્યું હતું.
- December 26, 2024
0
43
Less than a minute
You can share this post!
editor