ડીસા શહેરમાં દારૂ જુગાર અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી સાથે રાત્રી દરમિયાન કડક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે આજરોજ દક્ષિણ પોલીસ પેટ્રોલીંગમાં હતી.તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલ કે, ડીસા શાંતીનગર સોસાયટી પાછળ આવેલ જોખમનગરમાં રહેતા માલારામ હરચંદજી બિશ્નોઈ (હાલ રહેવાસી ડીસા જોખમનગર તા.ડીસા મુળ રહે.વરણવા તા.સાંચોર -રાજસ્થાન)પોતાના રહેણાંક મકાનમા ગે.કા. અને વગર પાસ પરમીટે ભારતીય બનાવટના પરપ્રાંતીય ઈગ્લીશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે જે આધારે તેના ઘરે રેઈડ કરતા ઈગ્લીશ દારૂની બોટલો તથા બિયરની કાચની બોટલો મળી કુલ નંગ-૯૩ (કિ.રૂ.૩૨૦૧૫/-) તેમજ રોકડ રકમ રૂ.૨૪૬૦ મળી કુલ રૂ.૩૪,૪૭૫/- ના મુદ્દામાલ સાથે તેની વિરુધ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળની કાયદેસરની કાર્યવાહિ હાથ ધરી છે.
- December 26, 2024
0
37
Less than a minute
You can share this post!
editor