થર્ટી ફર્સ્ટને લઈ ને જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ દરેક સરહદી સીમા ઓ પર ચુસ્ત ચેકિંગ હાથ ધરી ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે. જેના ભાગ રૂપે વાવ તાલુકા ની આંતર રાષ્ટીય અને આંતર રાજ્ય સરહદી સીમા ધરાવતી માવસરી બોડર થી રાજસ્થાન નું અંતર માત્ર 1.કી.મી છે.જ્યારે પાક બોર્ડર નું અંતર 40 કી. મી.નું છે આ સરહદી સીમા પર થી કોઈ નસાયુક્ત પ્રદાર્થ તેમજ વિદેશી દારૂ અફીણ ચરસ ડ્રગ્સ જેવી કેફી વસ્તુ ઓ ઘુસી ના જાય તેની સાવચેતી ના ભાગ રૂપે માવસરી પોલીસે સરહદી સીમા ઉપર પોલીસ હોમગાર્ડ જી.આર.ડી જવાનો નું રાત દિવસ ચેકિંગ ગોઠવી સુરક્ષા માં વધારો કરી દીધો છે સરહદી સીમા પરથી આવતા દરેક વાહનો નું ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે. આમ થર્ટી ફર્સ્ટને લઈ સરહદી વાવની માવસરી બોર્ડર પર કડક અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવતા શિયાળાની કડકડતી ઋતુ માંપોલીસ જવાનોની કામગીરી સરાહનીય બની રહી છે.
- December 25, 2024
0
40
Less than a minute
You can share this post!
editor