વરુણ ધવનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘બેબી જોન’ ક્રિસમસના અવસર પર એટલે કે 25મી ડિસેમ્બરે રિલીઝ થઈ છે. ફિલ્મમાં વરુણ ધવનની સાથે વામિકા ગબ્બી, જેકી શ્રોફ અને કીર્તિ સુરેશ જેવા સ્ટાર્સ મુખ્ય ભૂમિકામાં છે. કાલિસ દ્વારા દિગ્દર્શિત અને એટલી અને જ્યોતિ દેશપાંડે અભિનીત, આ એક્શન-થ્રિલર રિલીઝ થયા પછીથી સ્ક્રીન પર તોફાન કરી રહી છે. આ ફિલ્મ તેની જાહેરાત બાદથી જ સમાચારોમાં હતી. તેના એડવાન્સ પ્રી-સેલ્સનો આંકડો પહેલેથી જ રૂ. 3.5 કરોડને વટાવી ગયો છે અને ફિલ્મ તેના શરૂઆતના દિવસે ડબલ ડિજિટની કમાણી કરે તેવી અપેક્ષા છે. આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર ફિલ્મને લઈને યુઝર્સની પ્રતિક્રિયાઓ આવવા લાગી છે.
ફિલ્મ થિયેટરોમાં આવતાની સાથે જ ફિલ્મમાં સલમાન ખાનના કેમિયોની ચર્ચા શરૂ થઈ ગઈ હતી. સુપરસ્ટારના શાનદાર કેમિયો વિશે દરેક જગ્યાએ ચર્ચા છે. બેબી જોન ફિલ્મમાં વરુણ ધવન લીડ રોલમાં છે અને જેકી શ્રોફે વિલનની ભૂમિકા ભજવી છે. કીર્તિ સુરેશ અને વામિકા ગબ્બી જેવી અભિનેત્રીઓ પણ તેમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે, પરંતુ સોશિયલ મીડિયા પર જેની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે તે સલમાન ખાન છે. સુપરસ્ટારે તેમાં એજન્ટ ભાઈજાન નામનું પાત્ર ભજવ્યું છે.