પાટણના રેલવે સ્ટેશન માગૅ પર આવેલ ધી. બોમ્બે મેટલ પ્રાથમિક શાળાના વિધાર્થીઓ દ્વારા પક્ષી બચાવો અભિયાન અંતર્ગર્ત માનવ પ્રતિકૃતિ (સેવ બર્ડ) રચી પક્ષીઓના જીવ બચાવવા કરૂણા અભિયાન જાગૃતિ લાવવાનો સુતત્ય પ્રયાસ કરી જીવદયાની ભાવના ને ઉજાગર કરી હતી.
આગામી દિવસોમાં આવી રહેલા ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાત સરકાર ના સામાજીક વનીકરણ વિભાગ દ્વારા આયોજિત કરુણા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.જેમાં પતંગ દોરાથી ઘવાયેલા પક્ષીઓની સારવાર કરી પક્ષીઓના જીવ બચાવવામાં આવશે તેના ભાગ રૂપે ધી. બોમ્બે મેટલ શાળાના અંદાજીત ૨૦૦ વિધાર્થીઓ દ્વારા પક્ષી બચાવો અભિયાન અંતર્ગર્ત સેવ બર્ડ માનવ પ્રતિકૃતિ રચી પક્ષીઓના જીવ બચાવવા કરૂણા અભિયાનની જાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ થકી શાળાના તમામ બાળકોને જીવદયા વિષે સમજુતી આપવામાં આવી અને દરેક બાળકોને જીવ દયા એજ પ્રભુ સેવા,પશુ પક્ષીની સેવા એટલે ઉત્તમ સેવા જેવી બાબતોની સમજૂતી આપવામાં આવી હતી અને દરેક બાળકને પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી. શાળા પરિવાર દ્વારા આયોજિત આ કાર્યક્રમ ની સૌએ સરાહના કરી હતી.