સાંસદ ગેનીબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ સમિતિની બેઠક યોજાઇ

સાંસદ ગેનીબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ સમિતિની બેઠક યોજાઇ

આ બેઠકમાં”દિશા”બેઠકના અધ્યક્ષ અને સાંસદ ગેનીબેન ઠાકોરએ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને ગુજરાત સરકારની તમામ યોજનાઓ છેવાડાના વ્યક્તિઓ સુધી પહોંચે, લાભાર્થીઓને ઘર આંગણે જ વિવિધ સેવાઓનો લાભ મળે તથા વિશેષ ગ્રામ્ય કક્ષાએ વિવિધ વિકાસના કાર્યો થાય તે જરૂરી છે. આ દિશા બેઠકમાં સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંતર્ગત થયેલ કામગીરી બાબતે ચર્ચા કરાઈ હતી.

આ બેઠકમાં સાંસદ ગેનીબેન ઠાકોરએ જિલ્લા વહીવટી તંત્રની સારી કામગીરીને બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા. બેઠકમાં  તેમણે ખાસ કરીને દરેક ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધે તથા મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભર બને તે દિશામાં કામ કરવા સૂચન કર્યું હતું. આ સાથે લોકોને વ્યસનમુક્તિ તરફ  આગળ વધવા આહવાન કર્યું હતું. સાંસદએ વિવિધ બસ સ્ટેશન, શાળાઓ અને કોલેજ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ અને શી ટીમની કામગીરીને આગળ વધારવા જણાવ્યું હતું. આ સાથે પાણી પુરવઠા વિભાગમાં જે ગેર કાયદેસર કનેક્શન હોય તો તેને ત્વરિત દૂર કરવા જણાવ્યું હતું.

દિશા બેઠકમાં જિલ્લા કલેકટર મિહિર પટેલએ જણાવ્યું હતું કે, જિલ્લાના ખારાશ પ્રદેશોમાં ખેડૂતોને પોતાની જમીન પર કયાં ક્યા પાક વાવી શકાય તેના માટે ખારાશ જમીનને પ્રયોગશાળામાં ચેક કરીને ખેડૂતોને ઉપયોગી એવી પુસ્તિકાને પ્રકાશિત કરવા જણાવ્યું હતું. તેમણે જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તથા ખેડૂતોને પ્રોત્સાહન મળી રહે તે દિશામાં કામ કરવા જણાવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *