પાટણ જિલ્લાના હારીજ-ખાખડી રોડ પરથી ઇકો સ્પોર્ટગાડીમાં લઈ જવાતા વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે હારીજ પોલીસે બે ઈસમોનેઝડપી આ ગુનામાં સંડોવાયેલા અન્ય ઈસમોને ઝડપી લેવા ચક્રો ગતિશીલ કયૉ હોવાનું જાણવા મળ્યું છે.
બાતમી હકિકત મળેલ કે એક સફેદ કલરની ઇક્કો સ્પોર્ટ ગાડી જેનો આર.ટી.ઓ રજી.નં.જીજે-૦૬-ઇ.કયુ.-૭૫૫૨ વાળીમા ગે.કા.વગર પાસ પરમીટનો ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ભરી કાઠી- કાતરા તરફ થી હારીજ ગામ તરફ આવે છે જે હકિકત આધારે પંચો સાથે નાકાબંધી વોચ દરમ્યાન રવીન્દ્રસિંહ સન ઓફ સુરજપાલસિંહ પેપસિંહ જાતે સોલંકી રહે.સેવાળા તા.રાણીવાડા જી-ઝાલોર(રાજસ્થાન) તથા જયરામ સન ઓફ રુગનાથરામ સ્વરૂપાજી જાતે.પુનીયા(બિશ્નોઈ) રહે.મોખાતરા તા.રાણીવાડા જી.ઝાલોર (રાજસ્થાન)વાળાઓ એકબીજાના મેળાપીપણામા પોતાના કબજા ભોગવટાની ઇક્કો સ્પોર્ટ ગાડીમાં ખોટી નંબર પ્લેટ લગાવી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ/ટીન નંગ-૧૨૧૫, મોબાઇલ નંગ-૦૨ તથા ઇક્કો સ્પોર્ટ ગાડી મળી કુલ કિ.રૂ.૪,૭૯,૩૫૩/- ના મુદામાલ સાથે પકડાઇ ગયેલ હોઇ અને સદરી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી આપનાર લાભુરામ બીશ્નોઈ રહે-સાંકળ-સેવાડા વચ્ચે આવેલ ગુંદામા વાળો હાજર મળી આવેલ ના હોઇ જેથી ઉપરોકત ઇસમો વિરૂધ્ધ પ્રોહી મુજબ ફરીયાદ દાખલ કરી આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરેલ હોવાનું જાણવા મળ્યું છે.