શક્તિપીઠ અંબાજીમાં ગઈ કાલે મોડી સાંજે કેટલાક અજાણયા શખ્સો એ 51 શક્તિપીઠ સર્કલ પાસેથી એક રાહદારીને લૂંટવાની ઘટના બની હતી, એટલું જ નહીં આ લૂટારુઓએ મુખ્ય હાઇવે માર્ગ પર બજારમાં ફળ ફ્રૂટ વેચતા લારીવાળા ને લૂંટ્યા હતાં જ્યારે અન્ય એક ગરમ કપડા વેચનારને પણ લૂંટવા સાથે છૂટો પથ્થર મારો પણ આ લુટારુઓ એ કર્યો હતો જે બાબતે અંબાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસ એક્શન મોડ માં આવી હતી અને તાકીદે પોલીસ એ ટીમો બનાવી લૂંટારુંઓ ની શોધખોળ શરૂ કરી હતી જેને લઇ મળેલી બાતમીના આધારે આ લુંટારા જંબેરા ગામના હોવાનું જાણવા મળ્યું હતું ને પોલીસે આ લૂંટ કેસના બંને આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી હતી.
આ લૂંટના આરોપીઓ જે ઘટનાએ લૂંટને અંજામ આપ્યો સ્થળે પોલીસે આરોપીઓને સાથે રાખી રી કન્સ્ટ્રક્શન પણ કર્યું હતું જોકે આ બાબતે કોઈપણ જાતની ઘટના બને તો તાત્કાલિક જાણ કરવા પી.આઈ આર બી ગોહિલે જણાવ્યું હતું એટલું જ નહીં અંબાજીમાં જ્યારે આવા છાંટા બનેલા લૂંટારો હોય કે પછી અન્ય કોઈપણ ગેરકૃત્ય કરતા હોય તો ગ્રામજનોએ પણ એક સાથે રહી આરોપીઓને પકડવા અને પોલીસને જાણ કરવા જણાવાયું હતું બંને આરોપીઓએ બજારમાં હાથ જોડી માફી પણ માગી હતી.
હાલ તબક્કે અંબાજી પોલીસે આ બંને ગુનેગારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ ચલાવી રહી છે આ સિવાય અંબાજીમાં અન્ય કેટલીક જગ્યાએ મોબાઈલ સ્નેચિંગ તેમજ હાઇવે ઉપર વાહનો પર પથ્થર મારાની બનેલી ઘટનાના આરોપીઓને પણ શોધી રહી છે.