બનાસકાંઠા જિલ્લામાં બ્યુટી પાર્લરના વ્યવસાય સાથે સંકળાયેલી યુવતીને તેના બોયફ્રેન્ડ સાથે તકરાર થતા તે પાલનપુર કાયદાકીય સલાહ લેવા માટે આવી હતી. જ્યાં તેને ગોંધી રાખી હતી. જ્યારે એક યુવકે દુષ્કર્મ આચરી તેને હની ટ્રેપમાં ફસાવવાનો પ્રયત્ન કર્યો હોવાની ફરિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશને નોંધાતા પોલીસે એક આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠામાં બ્યુટી પાર્લર નાં વ્યવસાય સાથે સંકળાયેલી યુવતી ને તેના બોયફ્રેન્ડ સાથે તકરાર થઈ હતી. જેને લઇને તે પાલનપુરમાં ઈંદ્રિશ પઠાણ નામના વકીલ પાસે કાનૂની સલાહ લેવા માટે આવી હતી. કાનૂની સલાહ લેવા આવેલી યુવતીને વકીલના સાગરીતો દાંતા લઇ ગયા હતા. ત્યાં એક ઈસમે યુવતી સાથે અડપલા કર્યા હતા. ત્યારબાદ પાલનપુરમાં માલણ ગામના લાલાભાઇ અફઝલભાઈ એ યુવતીને અજાણી મહિલાના મકાનમાં ત્રણ દિવસ ગોધી રાખી તેના પર બળ જરૂરી પૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતુ. આ ઉપરાંત મફતમાં કાનૂની સલાહ ના બદલામાં અન્ય પુરુષ સાથે ફોટા પડાવવાનું કહેતા યુવતીને હની ટ્રેપ થવાની જાણ થતા તે તેમની ચુંગાલમાંથી ભાગી જઈ પોલીસ મથકે પહોંચી હતી. જ્યાં તેણે પોતાની આપવીતી વર્ણવી પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
દુષ્કર્મ આચરનાર તેમજ હની ટ્રેપ માં ફસાવવાનો પ્રયાસ કરનાર લાલાભાઇ ઉર્ફે અફજલભાઈ સહિત બે મહિલા તેમજ વકીલ સહિત અન્ય એક ઈસમ મળી પાંચ સામે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં લાલાભાઇ ઉર્ફે અફજલભાઇને પોલીસે ઝડપી પાડ્યો હોવાનું ડીવાયએસપી જીગ્નેશ ગામીતે જણાવ્યું હતું.