પાટણ શહેરમાં વેરાઇ ચકલા થી સુભાષચોક પમ્પીંગ સુધી ભૂગર્ભ લાઈનની કામગીરી શરૂ કરાઈ

પાટણ શહેરમાં વેરાઇ ચકલા થી સુભાષચોક પમ્પીંગ સુધી ભૂગર્ભ લાઈનની કામગીરી શરૂ કરાઈ

નવીન રોડ બનાવ્યાં બાદ ખોદકામની કામગીરી હાથ ધરાતા પાલિકા સતાધીશો ની અણ આવડત જોવા મળી

ગુજરાત રાજ્ય શહેરી વિકાસ બોર્ડ દ્વારા પાટણ નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા તેમજ ઓજી વિસ્તારમાં આવતા નવ જેટલા વિવિધ વિસ્તારોમાં જીયુડીસી દ્વારા ભૂગર્ભ ગટરની લાઇન નાખવાની કામગીરી શરુ કરવામાં આવી છે જોકે પાલિકા દ્વારા નવા રોડ બનાવ્યા ને થોડા દિવસોમાં જ હાથ ધરવામાં આવેલી આ ખોદકામની કામગીરી ને લીધે પ્રબુધ્ધ નગરજનોમાં  પાલિકા ના સતાધીશો ના અણધડ વહીવટ થી નારાજગીનો સુર ઉઠવા પામ્યો છે.

પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તારથી સુભાષચોક પંપીંગ સ્ટેશન સુધી જીયુડીસી દ્વારા જેસીબી મશીન ની મદદથી હાથ ધરવામાં આવેલ ગટર લાઈન ની કામગીરી ને લઇ તાજેતરમાં જ બનાવેલ રોડ તોડી નંખાતા પાલિકા ના સતાધીશો ની અણ આવડત છતી થતા શહેરના પ્રબુદ્ધ નગરજનોમાં પાલિકા સામે નારાજગી ઉભી થવા પામી છે. તો ખોદકામની કામગીરી ને લઇ વાહન ચાલકો  સહિત રાહદારીઓ પણ ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે. નગરપાલિકા તંત્રના અણઘડ વહીવટને કારણે નવીન રોડ રસ્તા બનાવ્યા બાદ રોડ ખોદવાની કામગીરી હાથ ધરવામાં  આવતા પાલિકાને આર્થિક રીતે બોજો પણ સહન કરવાની ફરજ પડશે તેવું નગરજનોમાં ચડાઈ રહ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *