અમદાવાદના સાબરમતી વિસ્તારમાં થયેલા પાર્સલ બ્લાસ્ટ મામલે પોલીસે બે લોકોની ધરપકડ

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં થયેલા પાર્સલ બ્લાસ્ટ મામલે પોલીસે બે લોકોની ધરપકડ

શહેરમાં થોડા દિવસો પહેલા એક ઘરમાં પહોંચાડવામાં આવેલા પાર્સલમાં વિસ્ફોટનો મામલો સામે આવ્યો હતો. પોલીસે આ કેસમાં વધુ બે લોકોની ધરપકડ કરી છે. પોલીસે આરોપી રૂપેન રાવ (44)ની ધરપકડ કરી છે, જેણે કથિત રીતે ઇન્ટરનેટ પરથી બોમ્બ અને દેશી બનાવટની પિસ્તોલ કેવી રીતે બનાવવી તે શીખ્યા હતા, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. આરોપીએ આ કૃત્ય તેની પત્નીના મિત્ર બલદેવ સુખડિયા, તેની પત્નીના પિતા અને ભાઈ પાસેથી બદલો લેવા માટે કર્યું હતું. તેમણે કહ્યું કે પોલીસે આરોપીઓ પાસેથી વધુ બે બોમ્બ, એક દેશી બનાવટની પિસ્તોલ, કારતૂસ અને હથિયાર બનાવવામાં વપરાતી સામગ્રી મળી આવી છે. અધિકારીએ કહ્યું કે રૂપેન રાવની પત્ની સાથે છૂટાછેડાનો કેસ કોર્ટમાં છે. સાબરમતી વિસ્તારના એક મકાનમાં સવારે 10.45 વાગ્યે વિસ્ફોટ થયો હતો, જેમાં બે લોકો ઘાયલ થયા હતા.

બે આરોપી ઝડપાયા
ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ઝોન 2) ભરત રાઠોડે જણાવ્યું હતું કે, શનિવારે સવારે સાબરમતી વિસ્તારમાં સુખડિયાના ઘરે પહોંચાડવામાં આવેલા પાર્સલમાં વિસ્ફોટ થયા પછી, અમે ઘટનાસ્થળેથી ગૌરવ ગઢવી નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સની મદદથી રૂપેન રાવની ધરપકડ કરી હતી. અને તેનો સહયોગી રોહન રાવલ (21) રાત્રે જ પકડાયો હતો. રાઠોડે વધુમાં જણાવ્યું હતું કે પોલીસે સલ્ફર પાવડર, ગનપાઉડર અને ઈલેક્ટ્રોનિક સર્કિટમાંથી બનાવેલા બે બોમ્બ મળી આવ્યા હતા. રીમોટ કંટ્રોલ દ્વારા ચલાવવામાં આવતી એક પિસ્તોલ રીકવર કરી અને દેશી બનાવટની પિસ્તોલ પણ મળી જે રૂપેન રાવ દ્વારા બનાવવામાં આવી હતી.

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *