અમીરગઢ પોલીસે અનુસુચિત જનજાતિના લોકોને ઢોર માર મર્યાનો આક્ષેપ : ન્યાય નહીં મળે તો આંદોલનની ચીમકી
શનિવારની રાત્રે પીકઅપ ડાલામાં સામજિક કાર્યમાં જતા લોકોને અમીરગઢ રેલ્વે નાળા નજીક માર મર્યાનાં આક્ષેપ.
અમીરગઢ આવલ ગામના અનુસુચિત જનજાતિના લોકો શનિવારની રાત્રે દસ વાગ્યાના આસપાસ સામજિક કાર્ય અર્થે જતા હતા તે દરમિયાન અમીરગઢ રેલ્વે નાળા નજીક અમીરગઢ પોલીસ કર્મચારીએ પીકઅપ ડાલાને રોકી કોઇપણ જાતની પૂછપરછ કર્યા વિના અનુસુચિત જનજાતિના દસ જેટલાં લોકોને ગંભીર રીતે માર માર્યો હોવાનાં આક્ષેપો કરવામાં આવી રહ્યા છે જેના પગલે આજરોજ અમીરગઢ સહિત આસપાસના વિસ્તાર અને રાજસ્થાન સહિતના અ.નું જનજાતિના લોકો એક્કઠા થઈ અમીરગઢ હાઇવે થી મામલતદાર સુધી રેલી યોજી અમીરગઢ મામલતદારને આવેદન પત્ર આપ્યું હતું.
ત્યાં તેમના વિવિધ આગેવાનોએ જણાવ્યું હતું કે પોલીસે કાર્યવાહી માત્ર નામ ખાતર કરી છે પોલીસ પોતનાં બચાવ માટે જી. આર.ડી ઉપર સામાન્ય કેસ કરી પીડિતો સાથે અન્યાય આચરી રહી છે અને માત્ર બે જી. આરડી સામે કાર્યવાહી કરી રહી છે બે જી. આરડી જવાન દસ જણને કેવી રીતે આટલા ગંભીર રીતે માર મારી શકે. માટે પોલીસ પોતાનો બચાવ કરવા માટે જી. આરડી ને જે સામાન્ય માણસ છે પાંચ હજારની નોકરી કરે છે તેમની ઉપર આ આરોપ ખોટા લગાવી રહી છે. અને જો યોગ્ય કાર્યવાહી કરી પીડિતોને ન્યાય નહીં આપવામાં આવે તો સમય આવે કલેક્ટર ઓફિસ અને એસ.પી ઓફિસનો ઘેરાવ કરવાની તૈયારી બતાવી છે.
અનુસુચિત જનજાતિના નેતા,લોકો જવાબદાર પોલીસ કર્મી અને જી લોકોએ માર માર્યો તેનમે સસ્પેન્ડ કરવાની માંગ કરી રહ્યા છે વધુમાં જો જવાબદાર કર્મચારીઓ સામે પગલા લેવામાં નહીં આવે અને પીડિતોને ન્યાય નહીં મળે તો લડત ચાલુ રાખીશુ ન્યાય નહીં મળે તો જંપીશું નહીં.
Tags Allegation beating Police Tribes