યુનિવર્સિટી ના બોયઝ હોસ્ટેલમાં દારૂની મહેફિલ મામલે પોલીસ ફરિયાદ ની માગ સાથે પાટણ ધારાસભ્ય સહિત NSUI દ્રારા હંગામો મચાવ્યો

પાટણ
પાટણ

પાટણની હેમચંદ્રાચાર્ય ઉ.ગુ.યુનિવર્સિટીના બોયઝ હોસ્ટેલમાં થયેલી દારૂની મહેફિલ મામલે પોલીસ ફરિયાદ કરવાની માંગ સહિતના વિવિધ મુદ્દાઓ મામલે પાટણ જિલ્લા NSUI અને પાટણના કોંગી ધારાસભ્ય કિરીટ પટેલ, સિધ્ધપુરના પૂવૅ ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિત કોગ્રેસના આગેવાનો, યુનિવર્સિટી ખાતે પ્રતિક ઉપવાસ સાથે ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું.

પાટણ ધારાસભ્ય એ વીસી ને રજૂઆત કરતાં ઉગ્ર થયા હતા. તેમણે વીસીને કહ્યું હતું કે,યુનિવર્સિટી મા બનેલી ઘટના મામલે તમે ફરિયાદ કેમ નથી નોંધાવતા? એક, બે વાર નહીં ત્રણ ત્રણ વાર દારૂ ઝડપાયો હોવા છતાં તમે કેમ ચુપ છો. તમારી ફરિયાદ પોલીસ ન લે તો તમારે આગળ ગૃહમંત્રીને કે મુખ્યમંત્રીને રજૂઆત કરવી પડે એ તમે કેમ નથી કરતાં? પોલીસ સાથેના ઘર્ષણ અંગે કિરીટ પટેલે જણાવ્યું હતું કે, અમને શાંતિથી ઘરણાં પ્રદર્શન કરવા દેવામાં આવતાં નથી

ધારાસભ્યે વધુમાં જણાવ્યું કે, હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં વારંવાર દારૂ ઝડપાય છે. નબિરાઓ ખોટા રોફ જમાવે છે, પ્રોફેસર પર ગાડી ચડાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે છતાં કોઇ કાર્યવાહી નથી થતી. આવા નબિરાઓ જો કુલપતિ કે એસપીના ઓળખીતા હોય તો તેઓએ એમના બંગલામાં બેસાડીને આવા નબીરાઓને દારૂ પિવડાવે શિક્ષણના ધામમાં દારૂની મહેફિલ માણીને યુનિવર્સિટી ને બદનામ કેમ કરવામાં આવે છે.

આ બાબતે શિક્ષણ મંત્રી કેમ ચૂપ છે એ સમજાતું નથી. આગામી સમયમાં કોઇ કાર્યવાહી નહીં થાય તો સમગ્ર ઉત્તર ગુજરાતમાં વિરોધ પ્રદશૅન કરીશું તેમ જણાવી યુનિવર્સિટીમાં બોયઝ હોસ્ટેલમાં જે દારૂની મહેફિલ કાંડમાં જવાબદાર સામે પોલીસ ફરિયાદ ન નોંધાઈ હોય તેમજ ભૂતિયા ફાયર સેફ્ટી/ સેનેટરી ઇન્સ્પેક્ટરની એક જ વર્ષે 100 થી વધુ કોલેજોને મંજૂરી ,વિદ્યાર્થીઓને રોજિંદા કામમાં ધક્કા અને પરેશાની,

યુનિવસિટીમાં વધતા ભ્રષ્ટાચાર જેવા વિવિધ મુદ્દાઓને લઈ તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા ગંભીર નોંધ લઇ કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ સાથે આખરે યુનિવર્સિટી ના રજીસ્ટાર દ્રારા પોલીસ ને લેખિતમાં અરજી આપી યુનિવર્સિટી ની બોયઝ હોસ્ટેલમાં થયેલી દારૂ ની મહેફિલમાં સામેલ લોકો સામે યોગ્ય કાયૅવાહી કરવાનું જણાવતાં પાટણ ધારાસભ્ય સહિત એનએસયુઆઈ. દ્રારા પ્રતિક ભુખ હડતાળ સહિત ના કાર્યક્રમ બપોર બાદ  સમેટી લેવામાં આવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.