ઊંઝા એપીએમસીની ચુંટણીને લઈ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન : મતદાન કરવા લાંબી કતારો જોવા મળી
પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો: ઊંઝા એપીએમસીની ચૂંટણીને લઇ આજે સવારે 9 વાગે મતદાન શરૂ થયુ હતું. જેને લઇ મતદાન કરવા લાંબી કતારો જોવા મળી હતી. શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત એપીએમસી સંકુલ ખાતે ગોઠવાયો હતો.
ઊંઝા એપીએમસીની ચૂટણીમાં કુલ 14 બેઠકો માટે 36 ઉમેદવારો મેદાને જંગમાં છે. જેમાં ખેડુત વિભાગમા 10 બેઠકો માટે 20 ઉમેદવારો અને વેપારી વિભાગમા 4 બેઠકો માટે 16 ઉમેદવારો ચુંટણી જંગમાં છે. ખેડૂત વિભાગમાં 259 મતદારો અને વેપારી વિભાગમાં 805 મતદારો જૉવા મળી રહ્યા છે. કુલ 14 બેઠકો માટે 1064 મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.
ચૂંટણીને લઇ ખેડૂત વિભાગમા એક બુથ અને વેપારી વિભાગમાં 2બુથ બનાવાયા છે. કુલ ત્રણ બૂથમાં 15 અને 5 રિઝર્વ મળી કુલ 20 અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે. આ ઉપરાંત કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે 3 પીઆઈ સહિત 7 પીએસઆઇ અને 71 પોલીસકર્મીઓ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ઊંઝા એપીએમસીની ચુંટણીને લઈ આજે એપીએમસી સંકુલ ખાતે લોકોના ટોળે ટોળા જૉવા મળ્યા હતા.
Tags APMC atmosphere Unjha