બી- ડિવિઝન પોલીસ ટીમે હાઈવે વિસ્તાર સહિત અન્ય માર્ગ ઉપર વાહન ચાલકોને ટ્રાફિક નિયમોનું ભાન કરાવ્યું
કાળા કલરના કાચ વાળી ગાડી લઈને નીકળેલા ભુવાજીને નિયમોનું પાલન કરવા શીખ આપવામાં આવી
પાટણ શહેરમાં વાહન ચાલકોમાં ટ્રાફિક અવરનેશ આવે અને વાહન ચાલકો ટ્રાફિક નિયમનનું ચુસ્તપણે પાલન કરે તેવા ઉદ્દેશથી ડીવાયએસપી પંડ્યાના માર્ગદર્શન હેઠળ પાટણ બી ડિવિઝન પીઆઈ વસાવા અને તેમની ટીમ દ્વારા શહેરના હાઇવે વિસ્તાર સહિત અન્ય માર્ગો પર વાહનોનું ચેકિંગ હાથ ધરી વાહન ચાલકોને ટ્રાફિક નિયમનનું પાલન કરવા અપીલ કરી હતી.
પોલીસ દ્વારા હાથ ધરાયેલી આ કામગીરી દરમિયાન ડીવાયએસપી પંડ્યા સહિતની પોલીસ ટીમનાં હાથે કાળા કલરના કાચ વાળી ગાડી લઈને નીકળેલા ભુવાજી ને ડીવાયએસપી કે.કે.પંડ્યાએ આડે હાથ લઈને કહ્યું હતું કે ભુવાજીને કાળા કાચની શી જરૂર છે? છેલ્લા વર્ષમાં સાત ભુવાઓને પકડીને પુરવા પડ્યાં છે આ સાંભળીને ભુવાજી ક્ષોભ મા મુકાયા હતાં અને પોતાની ભુલ કબુલી કાળા કાચ પરથી પટ્ટી દુર કરવાની ખાતરી આપતાં ડીવાયએસપી સહિત ટીમે તેઓને ટ્રાફિક નિયમનનું પાલન કરવાની શીખ આપી જતા કર્યા હતા.
ડિવાઇસ પી પંડ્યા સહિત પાટણ બી ડિવિઝન પીઆઇ અને તેમની ટીમ દ્વારા પાટણ શહેરના હાઇવે વિસ્તાર સહિત અન્ય માર્ગો પર હાથ ધરાયેલી કામગીરીને લઈને ટ્રાફિક નિયમનનો ભંગ કરીને વાહનો હકારતા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.