વાતાવરણમાં આવેલા અચાનક પલટાથી ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ
વાદળછાયા વાતાવરણ વચ્ચે રવિ સિઝનના પાકો માં અસર જોવા મળી મળી શકે છે.
બનાસકાંઠા જિલ્લામાં પડી રહેલી કડકડતી ઠંડી વચ્ચે અચાનક આકાશમાં વાદળો છવાતાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે તેની સાથે કેટલાક ભાગોમાં માવઠું થવાની શક્યતાઓ રહેલી છે.
ખેડૂતો માટે મહત્વની ગણાતી રવી સીઝનનો પાક ખેતરોમાં ખીલી ઉઠ્યો છે ત્યારે વાતાવરણમાં અચાનક આવેલા પલટા ને લઇ રવી સીઝનના ઉભા પાકને પણ તેની અસર થવાની ભીતિ સેવાઈ રહી છે છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી ઠંડી ખેતીના પાકો માટે અનુકૂળ બની રહેતા ખેતીના પાકો લહેરાઈ ઉઠયા હતા પરંતુ શિયાળા ની ઋતુમાં વાતાવરણમાં પલ્ટો આવતા માવઠું થવાની શક્યતાઓ રહેલી છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં એરંડા રાયડો બટાકા જીરુ જેવા પાકોને બદલાતા વાતાવરણની અસર થવાની શક્યતાઓ જોવાઇ રહી છે જેના કારણે ખેડૂત વર્ગમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
વાદળછાયા વાતાવરણ વચ્ચે ઉભા પાકો માં જીવાતોનો ઉપદ્રવ વધવાની શક્યતાઓ : ખેડૂતો આ અંગે કેટલાક ખેડૂતોએ કહ્યું હતું કે વાદળછાયા વાતાવરણ વચ્ચે ખેતીના પાકોને પણ મોટું નુકસાન થઈ શકે છે જેમાં રાયડો એરંડા સહિતના અન્ય પાકોમાં પણ તેની અસર વધુ થતી હોય જેના થી પાકોને નુકસાન થવાની પણ શક્યતાઓ રહેલી છે.
વાતાવરણમાં પલટો આવતા તાપમાનનો પારો વધ્યો: બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં આવેલા અચાનક પલટા ની સાથે ઠંડીનું જોર ઘટયું છે તેમ તાપમાનનો પારો વધતા ઠંડી માંથી પણ રાહત મળી છે જોકે વાદળો વિખેરાયા બાદ ઠંડીનું જોર વધવાની હવામાન વિભાગે પણ આગાહી કરી છે.