બનાસકાંઠા જિલ્લામાંથી 6532 થાળી તેમજ 5313 થેલીનો મળ્યો સહયોગ: પ્રયાગરાજ ખાતે યોજાનાર મહા કુંભ માં પર્યાવરણ સરક્ષણ માટે તેમજ પ્લાસ્ટિકનો ઉપયોગ ન થાય તે હેતું થી બનાસકાંઠા જિલ્લામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ચાલતી પર્યાવરણ સરક્ષણ ગતિ વિધિ હેઠળ એક થાળી એક થેલી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
13 જાન્યુઆરી 2025 થી 26 ફેબ્રુઆરી 2025 સુધી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે ખાતે સનાતન ધર્મનો સૌથી મોટો ઉત્સવ મહાકુંભયોજાનાર છે આ મહા કુંભ માં કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. જેમની વ્યવસ્થા તંત્ર દ્વારા ત્યાં કરવામાં આવતી હોય છે પરંતુ આટલી મોટી સંખ્યામાં આવનાર શ્રદ્ધાળુ ના કારણે ત્યાં પર્યાવરણ ના સંરક્ષણ તેમજ પ્લાસ્ટિકનો ઉપયોગ ન થાય અને આ મહાકુંભ હરિતકુમ બને એવા ભાવ સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પાલનપુર જિલ્લા દ્વારા ચાલતી પર્યાવરણ પર્યાવરણ સંરક્ષણ ગતિ વિધિ હેઠળ એક થાળી એક થેલી અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું જે અંતર્ગત સ્વયંસેવકો દ્વારા ઘેર ઘેર જઈ લોકોને હરિત કુંભ વિશે સમજાવી સ્ટીલ ની ખાના વાળી ની થાળી અને એક કપડાની થેલી નો સહયોગ મળે તે માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા. જેમાં રાષ્ટ્રીય સેવિકા સમિતિની બહેનો પણ જોડાઈ હતી આ અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાંથી 6532 થાળી તેમજ 5313 થેલી નો સહયોગ સમાજ તરફથી મળ્યો હતો.
આ પ્રસંગે પાલનપુર જિલ્લા પર્યાવરણ સંરક્ષક ગતિવિધિ સંયોજક જનક ભાઈ મોઢ દ્વારા જણાવ્યું હતું કે, છેલ્લા એક માસથી આ અભિયાન માટે કાર્યકર્તાઓની ટીમ લાગેલી હતી અને આ અભિયાન લઈને સમાજમાં ખૂબ જ સારો સહયોગ મળ્યો છે અને લોકો પર્યાવરણ વિશે જાગૃત થઈ રહ્યા છે તેવું લાગ્યું છે.