બુધવારે ના રોજ 19 ખેડૂતોને સિંગલ ફેઝ વીજ ચોરી કરવા બદલે દંડ ફટકારવામાં આવ્યો હતો. ભીલડી પંથકમાં વીજ તંત્ર દ્વારા જુદી જુદી ટીમો બનાવીને વીજચોરી મામલે ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં બુધવારે 19 ખેડૂતો
ખેડૂતોને વીજચોરી કરવા બદલ દંડ ફટકારી કુલ 4,80 લાખની વીજ ચોરી ઝડપી લેવામાં આવી હતી. જેથી પંથકના વીજચોરોમાં ફફડાટ ફેલાયો હતો. ભીલડી ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા વીજ ચોરી પકડવા માટે ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જેમાં અલગ અલગ પાંચ ટીમો બનાવીને ભીલડી પંથકના જુદા જુદા ગામડાઓમાં ખેડૂતોના સિંગલ ફેજના વીજ કનેક્શનો ચેક કરતા 19 ખેડૂતોને રૂપિયા 4.80લાખનો દંડફટકારવામાં આવ્યો હતો. જ્યારે બુધવાર ના રોજ ભીલડી પંથકના ગામોમાં ગુજરાત વીજ કંપની દ્વારા વીજ ચોરી પકડવા માટેની ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જેમાં અલગ અલગ 8.ટીમો બનાવી ભીલડી પંથકના જુદા જુદા ગામડાઓમાં ખેડૂતને સિંગલફેઝના વીજ કનેક્શન ચેક કરતા 19 ખેડૂતોના વીજ જોડાણોમાં વીજચોરી ઝડપાઈ હતી.
જેના પગલે વીજચોરી કરતાં પકડાયેલાં ખેડૂતોને અંદાજે રૂપિયા રૂ 4.80લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આમ વીજ તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવતા ખેડૂતોમાં ફફડાટ વ્યાપ્યો હતો.