અમીરગઢમાં થોડા દિવસ અગાઉ અમીરગઢ વેપારી સોની પ્રેમાજી મેલાપજી ને અમીરગઢ રેલવેની હદમાંમારા મારી મોબાઇલ લૂંટ ચલાવાઈ હતી જેને પગલે અમીરગઢ વેપારીઓએ બજાર બંધ કરી પોલીસને રજુઆત કરી હતી જેના સંદર્ભમાં બનાસકાંઠા એસ.પી , અમીરગઢ પોલીસ અને પાલનપુર રેલવે પોલીસ સંયુક્ત રીતે આ લૂંટના આરોપીને ઝડપી પાડ્યો જેમાં એસ પી સર એ જણાવ્યું હતું કે ટેકનિકલ સર્વિલન્સ ની સાથે સાથે હ્યુમન ઇન્ટેલિજન્સ સહિત ગામલોકોનો પણ ફાળો રહ્યો છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે હાલમાં સરકાર તરફથી ગામમાં સીસીટીવી માટે ત્રીસ ટકા સહાય કરવામા આવી રહી છે જો તમે લોકો પણ થોડો સપોટ કરો તો ગામમાં કેમેરા લાગી શકે અને આવા ગુન્હાઓ થાય ત્યારે તેનું ડિટેક્શન થાય અને પ્રિવેન્શન થાય જેથી આવા ગુન્હીત પ્રવૃતિઓને અટકાવી શકાય દુનિયા ભરનું રિસર્ચ છે કે કૅમેરા લાગવાથી ગુન્હાહિત પ્રવૃતિઓ અટકાવી શકાય છે અને તેના પર રોક લગાવી શકાય છે. તથા સાયબર ક્રાઇમ વિશે માહિતી આપતા કહ્યું હતું કે કોઇપણ બ્લેકમેલ કોલ કે ઓટીપી કે ફંડ ટ્રાન્સફર માટે જ્યારે કોલ આવે ત્યારે ૧૯૩૦ નંબર પર ફોન કરી પોતના પૈસા ફ્રીઝ કરી શકો છો અને સાઇબર ક્રાઇમને અટકાવી શકાય છે.
- December 18, 2024
0
19
Less than a minute
You can share this post!
editor