ડીસા દક્ષિણ પોલીસ દ્વારા રાત્રિ પેટ્રોલિંગ હાથ ધરાયું પીઆઈ પણ પેટ્રોલિંગમાં જોડાતા ગુનેગારોમાં ફફડાટ
ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે. રાત્રિ દરમિયાન તસ્કરો સહિત ફરતા અસમાજીક તત્વો ગુનાહિત પ્રવૃતિઓને અંજામ આપી રહ્યા છે. ત્યારે ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનના નવનિયુક્ત પીઆઈ વી.એમ.ચૌધરીએ ડીસા શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતી મજબુત કરવા માટે કડક પેટ્રોલિંગ સાથે કડક ચેકિગ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
ડીસા શહેરમાં ઠંડીની સીઝનમાં રાત્રી દરમિયાન શહેરમાં અને હાઈવે પર કામ વિના ફરતાં લોકો સામે ડીસા દક્ષિણ પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ડીસા રાજ મંદીર સર્કલ દિપક હોટલ સર્કલ સહિત પાટણ હાઇવે પર અને રેલવે સ્ટેશન વિસ્તારમાં રાત દરમિયાન દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એમ.ચૌધરી ખુદ પોલીસ સ્ટાફ સાથે રાખીને કડક પેટ્રોલિંગ સાથે કડક ચેકિગ હાથ ધરવામાં આવી રહ્યું છે જેમાં રાત દરમિયાન કામ વિના ફરતાં રોમિયો સહિત અસમાજીક તત્વોમાં પણ ફફડાટ ફેલાયો છે ત્યારે ડીસા દક્ષિણ પોલીસની સાથે ઉતર પોલીસ અને તાલુકા પોલીસ દ્વારા પણ નાઈટ પેટ્રોલીંગ કરવામાં આવે તેવી જન માગ ઉઠવા પામી છે.
Tags criminals Disa South patrols Police