જમ્મુ કશ્મીર અને હિમાચલમાં બરફ વર્ષાની શરૂઆત થતા બનાસકાંઠા જિલ્લામાં ઠંડીની સિઝન જામી
ચાલુ વર્ષે શિયાળાની ઋતુની સિઝન મોડી શરૂ થયા બાદ હવે ઠંડીએ પોતાનો અસલ મિજાજ બતાવવાનું શરૂ કર્યું છે. જિલ્લા સહિત રાજ્યમાં આગામી દિવસોમાં કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે ત્યારે ડીસામાં પણ તાપમાન 10.6 ડિગ્રી એ પહોંચી ગયું હતું. રાજ્યમાં સૌથી વધુ ઠંડી પડતા હોય તેવા શહેરોમાં નલિયા બાદ ડીસાનું નામ આવે છે. ત્યારે ચાલુ વર્ષે શિયાળાની સીઝનની શરૂઆત મોડે મોડેથી થઈ હતી. ડિસેમ્બર શરૂ થયાના બીજા સપ્તાહથી ઠંડીની ખરી સીઝન શરૂ થતા હવે મોસમનો મિજાજ માણવા મળી રહ્યો છે.
જમ્મુ કશ્મીર અને હિમાચલમાં બરફ વર્ષાની શરૂઆત થતા જ સમગ્ર ઉત્તર ભારત સહિત ગુજરાત ભરમાં કોલ્ડ વેવની આગાહી આપવામાં આવી છે. જો કે ડીસા સહિત જિલ્લામાં ઠંડી મોડેથી શરૂ થતા જિલ્લાના મુખ્ય ખેતી પાક ગણાતા બટાકા સહિત રવિ પાકોની સિઝન જોઈએ તેવી જામી નથી. ત્યારે હવે રવિ સિઝનને અનુકૂળ રહે તેવી ઠંડીની આગાહી કરવામાં આવી છે.જયારે લોકો પણ ઠંડીનો અહેસાસ કરવા જાણે રાહ જોઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
Tags Banaskantha cold season onset