વાઘરોળની અપહૃત યુવતીના દુષ્કર્મી આરોપીઓ ઝડપાયા: હ્યુમન સોર્સ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે પગેરું મળ્યું

વાઘરોળની અપહૃત યુવતીના દુષ્કર્મી આરોપીઓ ઝડપાયા: હ્યુમન સોર્સ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે પગેરું મળ્યું

પોલીસની 15 ટીમોએ 500 સીસીટીવી ચકાસ્યા: દાંતીવાડા તાલુકાના વાઘરોળ ગામની યુવતીનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચરવાના ગુનાનો ભેદ ઉકેલવા માં આખરે પોલીસને સફળતા મળી છે. પોલીસે બે આરોપીઓને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.

દાંતીવાડા તાલુકાના વાઘરોળ ગામની સીમમાંથી ગત પહેલી ડિસેમ્બરના રોજ એક યુવતીનું ઇકો ગાડીમાં અપહરણ કરાયું હતું. જે યુવતીને અજાણી જગ્યાએ લઈ જઈ તેની સાથે દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. જોકે, તક નો લાભ લઇ યુવતી અપહરણકારોના સકંજામાંથી ભાગીને ગઢ પંથકમાં પહોંચી ગઈ હતી. જે ઘટનાની જાણ થતાં પોલીસ સતર્ક બની હતી.

ફિલ્મી ઢબે અપહરણ બાદ દુષ્કર્મનો ભોગ બની પીડિતા: દાંતીવાડા તાલુકાના વાઘરોલ ગામની ફિલ્મી ઢબે કરાયેલા અપહરણ અને ત્યારબાદ દુષ્કર્મ ની ઘટનાએ પોલીસ અને પરિવારને દોડતા કરી દીધા હતા. વાઘરોળથી ચિત્રાસણી જવાના માર્ગ પર 1 ડિસેમ્બરે  સાંજે સાડા છ વાગે અપરણ ની ઘટના બની હતી. વાઘરોળ ગામની સામાન્ય પરિવારની બહેનો ગામની મંડળી માંથી દૂધ ભરાવી ઘરે પરત જતી હતી. ત્યારબાદ ચિત્રાસણી રોડ પર ચિત્રાસણી તરફથી આવી રહેલા ઇકો ચાલકે આ બંને બહેનો પાસે બિભિત્સ માગણી કરી હતી.

રસાણા પાસેના સીસીટીવીમાં ઇકોની મળી ભાળ: એલસીબી, એસઓજી, પેરોલ ફર્લો સહિતની 15 પોલીસની ટીમો અલગ અલગ દિશામાં તપાસમાં લાગી હતી. ત્યારે પોલીસને રસાણા ગામના પાર્લરના સીસીટીવીમાંથી આ ઇકોની ભાળ મળી હતી. ત્યાર બાદ પોલીસે 500 જેટલા સીસીટીવી ચકાસ્યા હતા અને 15 જેટલા સીએનજી ચેક કરી લગભગ તમામ ઇકો કારની ચકાસણી કરી હતી. જેમાં પોલીસને આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સને આધારે પોલીસ ડીસા નજીક ભીલડી પાસેથી આરોપી ઓને પકડી પાડવામાં સફળ રહી હતી. જો કે રાજસ્થાન તરફથી આવતા આ બંને આરોપીઓ એ ફિલ્મી સ્ટાઇલ માં આ ઘટનાને અંજામ આપ્યો હતો.

ઝડપાયેલા આરોપીઓ જેલ હવાલે: જો કે, પોલીસે અત્યારે તો પાલનપુર તાલુકાના સામઢી મોટાવાસ ગામના ઇકો ગાડી/ચાલક વિનસિંગ ઉર્ફે વિનુસિંગ કનુસિંગ સોલંકી અને વાલસિંગ ઉદેસિંગ સોલંકી ની ધરપકડ કરી અને જેલ હવાલે કર્યા છે.

subscriber

Related Articles