ડીસામાંથી ચોરી થયેલ ઇકો ગાડી સાથે દક્ષિણ પોલીસે રાજસ્થાનથી આરોપીને ઝડપી પાડ્યો

ડીસામાંથી ચોરી થયેલ ઇકો ગાડી સાથે દક્ષિણ પોલીસે રાજસ્થાનથી આરોપીને ઝડપી પાડ્યો

દક્ષિણ પોલીસે ગાડી જપ્ત કરી ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો

ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશન દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું તે દરમિયાન દક્ષિણ પોલીસની ટીમ રાજસ્થાન ખાતે તપાસમાં ગઈ હતી ત્યારે ડીસામાંથી થોડા દિવસ અગાઉ ચોરી થયેલ ઇકો ગાડીની જાણકારી મળતા પોલીસે રાજસ્થાન માંથી ડીસાથી ચોરી થયેલ ઇકો ગાડી સાથે એક શખ્સને ઝડપી પાડી ડીસા લાવી અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ડીસા શહેરની મણીભદ્ર વીર સોસાયટી માંથી થોડા દિવસ અગાઉ રાત્રિના સમયે એક ઘર આગળ પાર્ક કરેલી ઈકો ગાડીની ચોરી કરી અજાણ્યો ઈસમ લઈ ગયો હતો જે મામલે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી.

ત્યારે ડીસામાંથી ચોરી થયેલ ઈક્કો બાબતે હકીકતની મળતા તપાસ કરાવતા એક ઈસમ રાજસ્થાનના બાલોતરામાં ઇક્કો ગાડી સાથે મળી આવતા પોલીસે તેની પાસે ઇકોના કાગળો બાબતે પુછપરછ કરતા કાગળો ન હોય જેથી સદરે ઈક્કો ગાડીની તપાસ કરતા ડીસામાંથી ચોરી થયેલ હોવાનું માલુમ પડતા પોલીસે ઇકો ગાડી જપ્ત કરી આરોપી જીતેન્દ્રદાન લાલદાનજી જાતે.ચારણ (ગઢવી હાલ રહે.બાલોતરા મુળરહે.બાલેવા તા.શીવ જી.બાડમેર(રાજસ્થાન) ની અટકાયત કરી ડીસા લાવી છે અને આ ઈસમ અન્ય કોઈ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલો છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.

subscriber

Related Articles