જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના મોટાભાગના વિસ્તારોમાં પારો શૂન્ય ડિગ્રીથી નીચે સિઝનની સૌથી ઠંડી રાત શ્રીનગરમાં

જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના મોટાભાગના વિસ્તારોમાં પારો શૂન્ય ડિગ્રીથી નીચે સિઝનની સૌથી ઠંડી રાત શ્રીનગરમાં

જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના મોટાભાગના વિસ્તારોમાં પારો શૂન્ય ડિગ્રીથી નીચે પહોંચી રહ્યો છે. આ સિઝનની સૌથી ઠંડી રાત શ્રીનગરમાં નોંધાઈ હતી. અહીં તાપમાન માઈનસ 4.1 ડિગ્રી નોંધાયું હતું. શ્રીનગરની સાથે દક્ષિણ કાશ્મીરના શોપિયાં, અનંતનાગ, પહેલગામમાં પણ તાપમાન માઈનસ 6 ડિગ્રી સુધી ગગડી ગયું છે. ગુરુવારે રાત્રે ઝોજિલામાં તાપમાન માઈનસ 18 ડિગ્રી થઈ ગયું હતું. હવામાન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર શુષ્ક હવામાનની આગાહીને કારણે આગામી દિવસોમાં તાપમાનમાં વધુ ઘટાડો થવાની સંભાવના છે.

ભારતીય હવામાન વિભાગએ જણાવ્યું કે 4 થી 7 ડિસેમ્બર સુધી હવામાન સામાન્ય રીતે શુષ્ક રહેશે અને રાત્રિના તાપમાનમાં વધુ ઘટાડો થશે. જો કે, દિવસનું તાપમાન ગરમ રહેવાની ધારણા છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે 8 ડિસેમ્બરની રાતથી 9 ડિસેમ્બરની સવાર સુધી ઊંચા વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ અથવા હળવો હિમવર્ષા થવાની સંભાવના છે.

subscriber

Related Articles