બનાસકાંઠા જિલ્લાની સહકારી સંસ્થા બનાસ બેંકના ચેરમેનની ચૂંટણી આગામી 7 મી ડિસેમ્બરે યોજાશે. બીજા ટર્મમાં કોણ ચેરમેન બનશે તેને લઈને સહકારી ક્ષેત્રમાં ઉત્સુકતા વર્તાઈ રહી છે. બનાસકાંઠા જિલ્લામાં બનાસ ડેરી બાદ ની સૌથી મોટી સહકારી સંસ્થા “બનાસ બેંક”ના વર્તમાન ચેરમેન સવસીભાઈ ચૌધરીની મુદત પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે બીજી ટર્મના ચેરમેન માટે આગામી 7 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે. બનાસ બેંકની અઢી વર્ષની મુદ્દત પૂર્ણ થતાં બેંકના સંચાલક મંડળની મીટીંગ તા.7-12-2024 ને શનિવાર ના રોજ 11 કલાકે નાયબ કલેકટર કચેરી (પ્રાંત કચેરી), પાલનપુરના મીટીંગ હોલમાં ચૂંટણી અધિકારી એવમ નાયબ કલેકટર પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને મળશે. જેમાં નવા ચેરમેનની વરણી કરવામાં આવશે. ત્યારે બનાસ બેંકના નવા ચેરમેન કોણ બનશે તેને લઈને જિલ્લાભર માં ભારે ઉત્સુકતા પ્રવર્તી રહી છે.
- December 6, 2024
0
33
Less than a minute
You can share this post!
subscriber