આતંકવાદીઓએ સુરનકોટ વિસ્તારમાં આર્મી કેમ્પની પાછળ એક સૈન્ય ચોકી પર બે ગ્રેનેડ ફાયર કર્યા, જેમાંથી એક વિસ્ફોટ થયો. બાદમાં, સર્ચ ઓપરેશન દરમિયાન, નિષ્ણાતોએ બીજા ગ્રેનેડને નિષ્ક્રિય કર્યો. આતંકવાદીઓએ વહેલી સવારે જમ્મુ અને કાશ્મીરના પૂંચ જિલ્લામાં આર્મી પોસ્ટ પર બે ગ્રેનેડ ફેંક્યા, જેમાંથી માત્ર એક વિસ્ફોટ થયો. અધિકારીઓએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી. તેમના જણાવ્યા અનુસાર, સુરક્ષા દળોએ આતંકીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.
જણાવી દઈએ કે ગયા અઠવાડિયે જ પૂંછ જિલ્લામાં અંકુશ રેખા પાસે શંકાસ્પદ ગતિવિધિના અહેવાલ બાદ સુરક્ષાદળોએ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું કે આતંકવાદી માનવામાં આવતા કેટલાક લોકોની શંકાસ્પદ ગતિવિધિઓ અંગે માહિતી મળ્યા બાદ રાષ્ટ્રીય રાઈફલ્સના જવાનોએ પોલીસ કર્મચારીઓ સાથે મેંધર સેક્ટરમાં બિહારી રાખ જંગલ અને તેની આસપાસના ગામોને ઘેરી લીધા હતા.