વાવ ની રાઘાનેસડા ગામ ના ખેડૂતો ને સિંચાઇ માટે કેનાલ નું પાણી ન મળતાં ઢોલ વગાડી ઉગ્ર વિરોધ પ્રદશન

વાવ ની રાઘાનેસડા ગામ ના ખેડૂતો ને સિંચાઇ માટે કેનાલ નું પાણી ન મળતાં ઢોલ વગાડી ઉગ્ર વિરોધ પ્રદશન

વાવ ની રાઘાનેસડા ગામ ના ખેડૂતો ને સિંચાઇ માટે કેનાલ નું પાણી ન મળતાં કેનાલ માં બળતણ કરી ઢોલ વગાડી ઉગ્ર વિરોધ પ્રદશન કર્યું

વાવ તાલુકાની સરહદી પાક સીમાડે આવેલા રાઘનેસડા ગામે આકોલી  બ્રન્ચ માંથી રાઘનેસડા માઇનોર પસાર થાય છે. આ કેનાલ માં છેલ્લા એક માસ થી પાણી છોડાતું નથી અત્યારે રવિ સિઝન ચાલુ હોઈ ખેડૂતો એ મોંઘા ડાટ બિયારણો તેમજ ખાતર લાવી જીરા સહિત અન્ય રવિ પાકો નું વાવેતર કરેલ છે. પાણી ના અભાવે રવિ પાક મુરઝાઈ રહ્યો છે.ખેડૂતો ની નર્મદા કેનાલ ના અધિકારી ઓ ને વારંવાર રજૂઆતો કરવા છતાં માત્ર પોકળ વચનો અપાય છે પાણી અપાતું નથી. જેથી કરીને ગતરોજ રાઘાનેસડા ના ખેડૂતો એ અધિકારીઓ ના કાન ખોલવા માટે કેનાલ માં બળતણ કરી ઢોલ વગાડી અનોખો વિરોધ નોંધાવ્યો હતો.

વધુ માં આ પંથકના ખેડૂતો એ જણાવ્યું હતું કે પાણી નહીં છીડવામાં આવેતો અમો ભૂખ હડતાળ ઉપર ઉતરીશું ખેડૂતો નો અનોખો વિરોધ છતાં નર્મદા નિગમ ના અધિકારી ઓ નું પેટ નું પાણી હલતું નથી હાલ તો સિંચાઇ માં પાણી ના અભાવે રાધાનેસડા ગામના ખેડૂતો એ100 એકર થી વધુ જમીન માં વાવેલો રવિ પાક પાણીના અભાવે મુરઝાઈ રહ્યો છે.

subscriber

Related Articles