વાહન ચાલકોને મુડેઠા ટોલ ટેક્સ પર ટોલ ટેક્સ ચૂકવીને શિહોરી થઈને પાટણ જાવું પડે છે.
મુડેઠાથી ઉંબરી થઈને પાટણ સુધી જોડતા મુખ્ય માર્ગ પર ખાડાઓનું સામ્રાજ્ય
ડીસા તાલુકાના મુડેઠા થી ઉંબરી સુધી જવાના રોડની સાઈડમાં મોટા-મોટા ખાડાઓ પડી ગયા છે. તો તંત્ર દ્વારા રીપેરીંગ કરવા માટે ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા હોવાથી વાહન ચાલકો સહિત રહીશોમાં ભારે રોષ ફેલાયો છે. ડીસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના પરાઓમાં જવા માટેના રસ્તાઓ પર ખૂબ જ તકલીફો પડી રહી છે. પણ જવાબદાર તંત્રના પેટમાંથી પાણી હલતું નથી.
ત્યારે ડીસા તાલુકાના મુડેઠા થી ઉંબરી જતાં રસ્તામાં ભયજનક વળાંકો આવેલા છે અને એક બાજુ સાઈડમાં મોટા ખાડાઓ પડી ગયા છે. તંત્ર દ્વારા તાત્કાલિક રસ્તો રીપેર નહિ કરાય તો ભયંકર મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ વાહન ચાલકોમાં ઉદ્દભવી છે. જોકે આ માર્ગ પાટણને જોડતો મુખ્ય છે પણ ખાડાઓના કારણે વાહનચાલકોને મુડેઠા ટોલ ટેક્સ પર ટોલ ચૂકવીને શિહોરી થઈને પાટણ જાવું પડે છે જેથી વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અને મુડેઠા થી મામાપુરા પાટીયા, અરણીવાડા ઉંબરી સુધી પણ રસ્તા વચ્ચે ખાડાઓ પડી ગયા છે. આમ બુકોલી સુજલામ સુફલામ કેનાલ આગળ ભયંકર વળાંક છે અને બન્ને બાજુની સાઈડૉમાં મોટામોટા ખાડાઓ પડ્યા છે. મુડેઠા થી ઉંબરી સુધી જવાનો રોડ છેલ્લા કેટલાક સમયથી બિસ્માર હાલતમાં છે…